Site icon Revoi.in

ગુજરાતના 11 પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસન સ્થળોનો છેલ્લા કેટલાક વર્ષથી વિકાસ સારા પ્રમાણમાં થયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ફાળવી રહી છે. ત્યારે રાજ્યમાં 11 પ્રવાસન સ્થળોને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ 11 પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ કરાશે.

રાજ્ય સરકાર દ્વારા 11 નવા પ્રવાસન સ્થળના નામની યાદી રજૂ કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના સમાવિષ્ઠ થયા છે. સમાવિષ્ઠ કરાયેલા તમામ સ્થળો ઐતિહાસિક અને પૌરાણિક વિરાસત ધરાવે છે. જેમાં પોળો ફોરેસ્ટ, ખંભાલીડાની ગુફા, બેટ દ્વારકા- શિયાળ બેટ, ડુમસ બીચ, ડાંગ સર્કિટ તેમજ દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યૂ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ સમાવિષ્ઠ કરાયું છે. આ તમામ પ્રવાસન ક્ષેત્રોને સર્વાંગી વિકાસ કરાશે. પ્રવાસીઓ માટે વધુ સુવિધા પુરી પાડવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જે 11 સ્થળોનો વિકાસ કરવામાં આવશે. જેમાં પોળો ફોરેસ્ટ, વિજયનગર,  ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ, વેળાવદર અભ્યારણ્ય, રાજકોટના ખંભાલીડા બૌદ્ધ ગુફા નજીક ટુરિસ્ટ સેન્ટર ઊભું કરાશે, મોરબીના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ,  બેટ દ્વારકા અને શિયાળ બેટ,  પોરબંદરને ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવાશે,  સુરતનો ડુમસ બીચ, ભીમરાડના ગાંધી સ્મારક,  સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા વચ્ચે આવતાં અગત્યના પ્રવાસન સ્થળો,  ડાંગ સર્કિટ, પંપા સરોવર, શબરી ધામ, અંજની કુંડ, ગીરા ધોધનો સમાવેશ થાય છે.