Site icon Revoi.in

ખેરાળુમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની હાજરીમાં ટોળાંનો જમાવડો

Social Share

મહેસાણા :  ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારે પણ રાજકિય મેળાવડાથી લઈને કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી ન કરવાની તાકિદ કરી છે. ત્યારે ભાજપના જ દિગ્ગજ નેતાઓ જ સરકારે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો નાઈટ ક્રિકેટના આયોજનમાં એકઠા થયા હતા. ત્યારે આ કાર્યક્રમનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જનમેદની ઉમટેલી દેખાઈ રહી છે.

ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. એક તરફ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારી કાર્યક્રમો પર રોક લગાવી છે, તેમજ પોતાના કાર્યક્રમો પણ રદ કર્યા છે, તો પછી અલ્પેશ ઠાકોરની હાજરીમાં આટલો મોટો કાર્યક્રમ કેવી રીતે યોજાઈ ગયો હતો..

સૂત્રોના જણાવ્યા મુજબ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ જોવા મળી રહ્યો હતો. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ હજારોની મેદની એકઠી થઈ હતી.  દિગ્ગજ નેતાની આ હરકતથી અનેક સવાલો ઉભા થાય છે કે, શું અલ્પેશ ઠાકોરને કોરોનાનો નથી લાગતો ડર? જો ગુજરાતના મુખ્યમંત્રી કાર્યક્રમ રદ કરી શકે છે, તો અલ્પેશ ઠાકોર કેમ નહિ. કેમ ભાજપના નેતાઓ સરકારના જ નિયમોને ઘોળીને પી ગયા છે. કાયદો જો બધા માટે સમાન છે તો પછી નેતાઓને કેમ લાગુ પડતો નથી. (file photo)