પાટણઃ કોરોનાને કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. વિદ્યાર્થીઓને ઘેરબેઠા જ ઓનલાઈન શિક્ષણ મેળવવાની ફરજ પડી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જૂનના બાજી સપ્તાહથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને પગલે પાટણ શહેરની બજારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક સહિત શિક્ષણની અન્ય સાધન સામગ્રી ખરીદવા ખરીદારોની ચહેલ પહેલ જોવા મળી રહી છે .
રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 1થી 11 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હવે તા. 7મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ નવા પુસ્તાકો, યુનિફોર્મ વગેરે ખરીદતા જોવા મળી રહ્યા છે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2020નાં જૂન માસથી ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું.
કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થતાં રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધો.એકથી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને આગામી સાતમી જૂનથી નવા શૈક્ષણિક સત્રને શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્યથી અળગા રહેલા વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે શહેરમાં આવેલી નોટબુક અને સ્ટેશનરીની દુકાનોમાં પાઠય પુસ્તકો ખરીદી કરવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ચહેલપહેલ જોવા મળી રહી છે.
વર્ષ 2021નું નવું સત્ર પણ ઓનલાઈન જ શરુ કરવામાં આવશે. ત્યારે નવા ધોરણમાં આવનાર બાળકો માટે નવા પાઠયપુસ્તકો, નોટબુકો તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે અત્યારથી જ સ્ટેશનરી દુકાનોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.