Site icon Revoi.in

પાકિસ્તાની પત્રકારે પ્રોપેગેંડા દ્વારા ખોટા સમાચાર ફેલાવવાની કરી કોશિશ, CRPFએ આપ્યો જવાબ

Social Share

પાકિસ્તાની પત્રકારે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો વિરુદ્ધ પ્રોપગેંડા ફેલાવવાની અને તેમની વચ્ચે ફૂટ ઉભી કરવાની નિષ્ફળ કોશિશ કરી જોઈ છે. તેના પછી સીઆરપીએફે પાકિસ્તાની પત્રકારને ટ્વિટ કરીને જવાબ આપતા પાકિસ્તાની પત્રકારના સમાચારને ખોટા અને પાયાવિહોણા ઠેરવીને તેનું જૂઠ્ઠાણું ઉજાગર કર્યુ છે.

એક પાકિસ્તાની પત્રકારે ટ્વિટ કરતા લખ્યું હતું કે કાશ્મીરમાં તેનાત ભારતીય સુરક્ષાદળો વચ્ચે તિરાડ પેદા થઈ ગઈ છે. તેની સાથે તેણે લખ્યું કે એક ગર્ભવતી મહિલાને સુરક્ષાદળોએ કર્ફ્યૂ પાસ નહીં હોવાના કારણે હોસ્પિટલ સુધી જવા દીધી ન હતી. તેના પછી એક મુસ્લિમ કાશ્મીરી પોલીસકર્મીએ સીઆરપીએફના પાંચ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા. તેના આ પ્રોપેગેન્ડાને સીઆરપીએફે પાયાવિહોણા કરીને કહ્યું કે અમારી વર્દીનો રંગ અલગ હોઈ શકે છે, પરંતુ દિલ એક જ છે.

સીઆરપીએફે કહ્યું છે કે હંમેશાની જેમ હિંદુસ્તાનના સુરક્ષાદળો અને સેના એકજૂટ થઈ તથા સૌહાર્દની સાથે કામ કરી રહી છે. અમારા યૂનિફોર્મનો રંગ અલગ હોઈ શકે છે, પરંતુ અમારા દિલમાં દેશભક્તિ અને તિરંગા સંપૂર્ણપણે ભરેલું છે.

એક તરફ પાકિસ્તાની પત્રકાર અને મીડિયા સંસ્થા હિંદુસ્તાન વિરુદ્ધ બકવાસ કરી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાને પોતાના દેશની ચેનલોને નિર્દેશ આપ્યા છે કે એવો કોઈપણ પ્રોગ્રામ ચલાવવામાં આવે નહીં, કે જેનાથી કાશ્મીરી લોકોની ભાવનાઓ આહત થાય.

પાકિસ્તાની મીડિયા નિયામક પ્રાધિકરણે મીડિયા સંસ્થાઓને કહ્યુ છે કે તેઓ ઈદ ઉલ અજહા પર પહેલેથી રેકોર્ડ કરવામાં આવેલા કાર્યક્રમો અથવા વિશેષ કાર્યક્રમોને લાઈવ પ્રસારીત કરે નહીં, કારણ કે આનાથી “ન માત્ર આપણા દેશ, પરંતુ કાશ્મીરી ભાઈઓની ભાવનાઓને પણ ચોટ પહોંચી શકે છે.”

નિયામક ઓથોરિટીએ શનિવારે જાહેર કરેલી એક અધિસૂચનામાં કહ્યુ હતુ કે કાશ્મીર સાથે એકજૂટતા દર્શાવવા માટે ઈદ ઉલ અજહાના ધાર્મિક પર્વ તરીકે સાદગીની સાથે મનાવાય રહ્યો છે. માટે એ અનુરોધ કરવામાં આવે છે કે કોઈ વિશેષ કાર્યક્રમ (પહેલેથી રેકોર્ડ અથવા નિયોજીત લાઈવ) હોય નહીં. ઈદના જશ્ન સ્વરૂપે પ્રસારીત થવાને કારણે આનાથી માત્ર આપણા રાષ્ટ્ર, પરંતુ કાશ્મીરી ભાઈઓની ભાવનાઓને પણ ચોટ પહોંચી શકે છે.