1. Home
  2. ગુજરાતી
  3. 2014 પછી ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 110 ડોલર પહોંચ્યો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાના એંધાણ
2014 પછી ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 110 ડોલર પહોંચ્યો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાના એંધાણ

2014 પછી ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 110 ડોલર પહોંચ્યો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાના એંધાણ

0
Social Share

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે ક્રુડ ઓઈલના પુરવઢામાં વિક્ષેપ ઉભો થયો છે. જેના પગલે ક્રુડ ઓઈલના ભાવમાં સતત વધારો થયો છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલનો ભાવ પર બેરલ 100 ડોલરને વટાવી ગયો છે. વર્ષ 2014 પછી પ્રથમવાર ક્રુડ ઓઈલના ભાવ 110 ડોલર પહોંચ્યો છે. પરંતુ ભારતમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ હોવાથી હાલ પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ 10 માર્ચ પછી ઈંધણના ભાવમાં પણ વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અનુસાર, દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવતા અઠવાડિયે પુરી થઈ રહી છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 100 ડોલરને વટાવી ગયો છે. આ કારણે ઓઈલ કંપનીઓએ સામાન્ય માર્જિન હાંસલ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રશિયા તરફથી તેલના પુરવઠામાં વિક્ષેપ આવવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ 2014 પછી પ્રથમ વખત પ્રતિ બેરલ 110 ડોલર સુધી પહોંચી ગયા છે.

પેટ્રોલિયમ મંત્રાલય હેઠળના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) અનુસાર, 1 માર્ચે ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદે છે તેની કિંમત બેરલ દીઠ 102 ડોલરને વટાવી ગઈ હતી. ઈંધણની આ કિંમત ઓગસ્ટ 2014 પછી સૌથી વધુ છે. ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં, જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગામ લગાવવામાં આવી હતી, ત્યારે સરેરાશ ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 81.5 ડોલર હતી. એક કંપનીના અહેવાલમાં જણાવ્યું હતું કે, “રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવતા સપ્તાહ સુધીમાં પૂરી થઈ જશે. અનુમાન છે કે આ પછી ઇંધણના ભાવ દૈનિક ધોરણે વધી શકે છે. ઉત્તર પ્રદેશમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે થશે અને ઉત્તર પ્રદેશ સહિત તમામ પાંચ રાજ્યોની મતગણતરી 10 માર્ચે થશે. સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. 5.7નું નુકસાન થઈ રહ્યાંનું મનાઈ રહ્યું છે. સતત 118 દિવસથી સ્થાનિક સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code