- કાચા તેલના ભાવમાં વધારો
- તેલ ઉત્પાદનમાં એપ્રિલ મહિના સુઘી કટોતી
દિલ્હી – છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવા આસમાને પહોંચ્યા છેત્યારે હવે અંદાજે બે વર્ષ પછી સમગ્ર વિશ્વમાં કાચા તેલની કિંમતો ઉચ્ચતમ સ્તર પર પહોંચી ચૂકી છે, જેના કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે તેવી સંભાવનાઓ છે. આમ થવા પાછળનું કારણ એ છે કે તેલ ઉત્પાદક દેશો ઓપેક અને સહયોગી દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મુકવો એપ્રિલ સુધી લંબાયું છે તેને માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઓપેક અને તેના સહયોગીઓ એ તેલ ઉત્પાદનમાં ઘટાડાના તેમના હાલના સ્તરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાને લઈને મનાી ફરમાવી દીધી છે.જેને લીધે વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી રહી છે.
ગુરુવારના રોજ બ્રેન્ટ ક્રૂડ 4.2 ટકા અટલે કે પ્રતિ બેરલ 2.67 થી વધીને 66.74 પર પહોંચી છે. અમેરિકાના બજારની જો વાત કરીએ તો અહીં પણ ક્રૂડ ઓઇલ વાયદાની કિંમત ગુરુવારે 5.6 ટકા વધીને 64.70 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.
વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક સાઉદી અરેબિયા ઓછામાં ઓછા એપ્રિલ મહિના સુધી દરરોજ 10 લાખ બેરલની કટોતી કરવાનું ચાલુ રાખશે. જો કે, રશિયા અને કઝાકિસ્તાન તેલના ઉત્પાદનમાં થોડો વધારો કરી શકે છે.
વિતેલા મહિને ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૈશ એ કાચા તેલની કિમંતોના ભાવમાં વધારાની આગાહી કરી હતી. કારણ કે કોરોના મહામારીથી થોડી રાહત મળ્યા બાદ માંગમાં અચાનક વધારો થયો છે, પરંતુ તેલ ઉત્પાદક ,મૂહો ઓપેક અને ઈરાન દ્વારા તેલ ઉત્પાદનમાં ઘટાડો થવાનું ચાલુ રાખ્યું છે.આ અસર કાચા તેલના ભાવ પર જોવા મળે છે પપિણામે પેટ્રોલ અને ડિઝલના ભાવો પમ આસમાને પહોંચ્યા છે.
સાહિન-