દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે રાહત મળતી હોવાના કોઈ અણસાર દેખાતા નથી. એટલું જ નહીં આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની શકયતાઓ જોવાઈ રહી છે. જેનું કારણ છે ક્રુડ ઓઇલની વધતી કિંમત. સાઉદી અરબ અને યુએઈમાં એક આઉટપુટ ડીલને લઈને મામલો ગુંચવાયો છે. જેની અસર તેલની કિંમત ઉપર જોવા મળી રહી છે.
સાઉદી અરબએ હાલની ડીલને વર્ષ 2022 સુધી લંબાવવા પ્રસ્તાવ મુક્યો હતો. જો કે, યુએઈ તેનો વિરોધ કરી રહું છે. સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈ તેલ નિર્યાતક દેશોના સમૂહ ઓપેક અને સહયોગી ઉત્પાદક દેશોની તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાના વૈશ્વિક સમજૂતીનો વિસ્તાર કરવાની યોજનાનો વિરોધ કરી રહ્યું છે. યુએઈના ઉર્જા મંત્રાલયએ પોતાના ઉત્પાદન કોટાને વધાર્યાં વિના સમજૂતીને 2022 સુધી વિસ્તાર કરવાના પ્રસ્તાવને યુએઈ સાથે નાઈન્સાફી ગણાવી છે.
તેલ ઉત્પાદક દેશોમાં સામેલ યુએઈ પોતાના સહયોગી દેશ અને ઓપેકના મુખ્ય સભ્ય સઉદી અરબ સાથે પ્રતિસ્પર્ધાનું નિર્માણ કરવાની સાથે પોતાનું ઉત્પાદન વધારવા માંગે છે. સઉદી અરબએ સમૂના ઉત્પાદન ઉપર કડક નિયંત્રણો મુકવામાં મહત્વની ભૂમિકા નીભાવી છે. યુએઈએ કહ્યું હતું કે, અમે ગરમી દરમિયાન ઉત્પાદન વધારવાની યોજનાના પક્ષમાં છીએ. બજાર માટે વધારે ઉત્પાદન ખુબ જરુરી છે.
દુનિયાભરમાં ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક પ્લસની બેઠકમાં કોઈ યોગ્ય નિર્ણય લેવાયો ન હતો. તેમજ ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધારવા માટે કોઈ સમહતિ થઈ ન હતી. એટલું જ નહીં હવે ક્યારે બેઠક થશે તે પણ નક્કી કરવામાં આવ્યું નથી. જેથી ક્રુડ ઓઈલના બજારમાં નકારાત્મક સંદેશ ગયો છે. હાલ ક્રુડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 77 ડોલર છે. જે વર્ષ 2018થી ત્યાર સુધીની સૌથી વધુ છે. કેટલીક બેંકો એવુ અનુમાન લગાવી રહી છે કે, આગામી દિવસોમાં પ્રતિ બેરલ 80 ડોલર સુધી ભાવ જઈ શકે છે.