ભરૂચમાં ખેતરમાં ગાંજાના છોડના વાવેતરનો પર્દાફાશ, ખેતર માલિકની ધરપકડ
અમદાવાદઃ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમાં ભરૂચ એસઓજી પોલીસે એક ખેતરમાં વાવેતર કરેલા 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલીક ની ધરપકડ કરી રૂ 3 લાખ 96 હજારની કિંમત નો 39 કિલોગ્રામ ગાંજા ના છોડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ ” નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેંગ” હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વરના અંદાડા ગામે રહેતા ધનાભાઈ જેરામભાઈ આહીરે ગામની સીમમાં પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની માહિતી મળી હતી.
જે માહિતીના આધારે એસઓજી પોલીસે તેમના ખેતરમાં સર્ચ કરતા 52 નંગ ગાંજાના લીલા અને સૂકા છોડ મળી આવ્યા હતા. પોલીસે ખેતર માલીક ધનાભાઈ આહીરની ધરપકડ કરી રૂ. 3 લાખ 96 હજારની કિંમતનો 39 .650 કિલોગ્રામ ગાંજાના છોડ કબ્જે કરી ધનાભાઈ આહીર વિરુદ્ધ અંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસે મથકે એનડીપીએસ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.