ભાવનગરઃ ગોહિલવાડ પંથક કૃષિ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધન માટે જાણીતો છે. ત્યારે જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના ખેડુતે પીળા તરબૂચની સફળ ખેતી કરી છે. જે સ્વાદમાં લાલ તરબૂચ કરતા પણ મીંઠા છે. ગરમીની સીઝનમાં તરબૂચ ખાવાની એક અલગ જ મજા છે. ત્યારે પીળા તરબૂચ પણ આ વિસ્તારની એક ઓળખ બની ગયા છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના ખેડૂતે લાલ નહીં પરંતુ પીળા કલરના તરબૂચનું વાવેતર કર્યુ છે. આ તરબૂતની મીઠાશ લાલ કરતાં વધારે છે. પીળું તરબૂચ બહારથી લાલ તરબૂચની જેમ લીલા કલરનું જ હોય છે. ત્યાંના સ્થાનિકોને પણ હવે પીળા તરબૂચ એટલા ભાવી ગયા છે કે લાલ તરબૂચનો સ્વાદ ભૂલી ગયા છે. જે ખેડુતો દર વર્ષે તરબૂચની ખેતી કરે છે, તેઓએ આ વર્ષે તેમના સગા-વહાલા પાસેથી પીળા તરબૂચના બીજ લાવ્યા હતા. સનાળા ગામના એક ખડુત દ્વારા ચાર વીઘામાં પીળા તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને સાથે જ લાલ તરબૂચનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં 300 મણ પીળા તરબૂચનું ઉત્પાદન થયુ છે. પીળા તરબૂચ ભાવનગર ઉપરાંત છેક સુરતની માર્કેટમાં વેચાણ અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ તરબૂતની મીઠાશ લાલ કરતાં વધારે છે. પીળું તરબૂચ બહારથી લાલ તરબૂચની જેમ લીલા કલરનું જ હોય છે. ત્યાંના સ્થાનિકોને પણ હવે પીળા તરબૂચ એટલા ભાવી ગયા છે. કે, લાલ તરબૂચનો સ્વાદ ભૂલી ગયા છે. પીળા તરબૂચનો ભાવ એક કિલોના 80 રૂપિયા છે, જ્યારે લાલ તરબૂચનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો છે, અને સનાળા ગામમાં આશરે 1000 મણ લાલ તરબૂચનું પણ ઉત્પાદન થયું છે.
પીળા તરબૂચની ખેતી કરનારા ખેડુતે જણાવ્યું હતું કે, મેં 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, અને જયારે તેઓ વડોદરા ગયા હતા ત્યારે પોતાના સંબંધીને ત્યાં પીળા તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પીળા તરબૂચનો સ્વાદ માણ્યા બાદ પોતે આ પ્રકારના તરબૂચનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું. સનાળા ગામથી ભાવનગર, અમદાવાદ,વડોદરા, સુરત, મુંબઈ અને માઉન્ટ આબુ સુધીના લોકો આ તરબૂચ ખરીદવા આવે છે. લાલ તરબૂચ માંથી 8લાખનું ઉત્પાદન મળતું હોય છે, જ્યારે પીળા તરબૂચમાં 480000 સુધીનું ઉત્પાદન મળે છે.