- દંહીનુ સેવન ગરમીમાં આપે છે રાહત
- દહીંમાં જીરું મિક્સ કરીને ખાવાથી પાચન શક્તિ સુધરે છે
ગરમીમાં દહીં અને છાશ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે, દરરોજ એક વાટકી દહીં અથવા એક ગ્લાસ છાશનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.દહીંના સેવનથી ઈમ્નયૂનિટી તો વધે જ છે, સાથે સાથે પેટમાં છંડક પહોંચે છએ,આ સાથે જ આરોગ્યલક્ષી બિમારીઓ દુર થાય છે.જો કે દહીંમાં કેટલીક ચોક્કસ ગુણકારી વસ્તુઓ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી આ લાભ બેગણો થઈ જાય છે, તો ચાલો જોઈએ દહીંમાં શું શુ મિક્સ કરીને ખાવાથી શુ ફાયદાઓ થાય છે
દહીંમાં હાજર પ્રોબાયોટિક બેક્ટેરિયા અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ ફૂડ્સ જેમ કે જીરું, સિંધાલૂણ મીઠું, અજમો વગેરે જેવી હેલ્ધી વસ્તુઓ મિક્ષ કરીને ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.દહીં અને સિંધવ મીઠું- દંહીમાં સિંધાલૂણ મીઠું મિક્સ કરીને ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાય રહે છે. તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે.
દહીં અને અજમો- દહીંમાં અજમો નાંખીને તેનું સેવન કરવાથી મોઢામાં પડતી ચાંદીઓનીસમસ્યામાંથીથૂટકારો મળે છે.ઐ સૈથો જ દહીંમાં રહેલાં પ્રોબાયોટિક બેક્ટેરિયા અને કાળા મરીમાં રહેલું પાઈપેરિન કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત રહે છે.
દહીં અને જીરું જીરામાં કેલેરી ઓછી હોય છે. તેથી દહીંમાં જીરું નાંખીને ખાવાથી વેઈટ વધવાની સમસ્યા રહેતી નથી. તેમજ ખાવાનું જલ્દી પચી જાય છે.દહીંમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી મોઢામાં થતી ચાંદાની સમસ્યામાંથી જલ્દીથી છૂટકારો મળે છે.