મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ -ઈદની નમાઝ ઘરમાં જ અદા કરાશે
- મધ્ય પ્રદેશમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ
- ઈદની નમાઝ પણ ઘરોમાં જ અદા કરાશે
ભોપાલ– બે દિવસમાં રમજાન પુરો થવાનો છે અને દેશભરમાં ઊદનો તહેવાર મનાનવાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના નમાઝ પણ ઈદગાહમાં ન પઢતાસ ઘરોમાં જ પઢાશે,
પ્રાપ્ત જાણાકરી પ્રમાણે કર્ફ્યૂના કારણે આ વખતે ઈદની નમાજ ઘરે જ અદા કરવામાં આવશે. એ પણ જણાવવામાં આવ્યું કે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ પર જિલ્લામાં કોઈ કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”
ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે રામ-નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ શહેરમાં અચાનક હિંસા ફાટી નીકળી હતી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે વધુમાં જણાવ્યું હતું કે 1 મેના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવશે”આદેશ આપવામાં આવ્યો છે કે દુકાનો ખુલ્લી રહેશે અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પાસ આપવામાં આવશે. જો કે, માંગ મુજબ નિર્ણય બદલી શકાય છે.”
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ માટે પરવાનગી આપવામાં આવી નથી. જિલ્લા વહીવટીતંત્ર અને સમુદાય વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 10 એપ્રિલે મધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીના શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ ત્યાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.