Site icon Revoi.in

રામનવમીના જૂલુસ પર પત્થરમારો અને વાહનોને આગ લગાવાની ઘટના બાદ એમપીના આ વિસ્તારોમાં કર્ફ્યૂ લાગૂ

Social Share

ભોપાલઃ- વિતેલા દિવસે દેશભરમાં ઘામનઘૂમથી રામનવમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી,જો કે મધ્યપ્રદેશમાં આ ઉજવણીમાં ભંગ પડ્યો હતો, અસામાજીક ત્તનો દ્રાલવ હિંસા ફેલાવાનો પ્રયોસ કરવામાં આવ્યો હતો.પરિસ્થિતિ વણસી હતી જેને લઈને પોલીસે દખલગીરી કરવાનો પણ વારો આવ્યો હતો.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મધ્યપ્રદેશના ખરગોન શહેરમાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કર્યા બાદ આગજનીની ઘટનાઓ બની હતી, જેમાં કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ઘટના બાદ પ્રશાસને શહેરના ત્રણ વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દીધો છે.

આ મામલે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો. પ્રાથમિક માહિતીપ્રમાણે પથ્થરમારામાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. ખરગોનના જિલ્લા મેજિસ્ટ્રેટે માહિતી આપી હતી કે સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. “તાલાબ ચોક અને તવડી સહિત શહેરના ત્રણ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે,” તેમણે કહ્યું.

તેમણે વધુ જાણકારી આપતા કહ્યું કે પથ્થરબાજી બાદ આગચંપી કરવાની છૂટાછવાયા બનાવો બન્યા છે. આવશ્યક સેવાઓ સિવાય લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી જશે. બીજી તરફ, તાલાબ ચોક ખાતે રામ નવમીની શોભાયાત્રા કાઢવામાં આવતાની સાથે જ કેટલાક બદમાશોએ સરઘસમાં સામેલ લોકો પર પથ્થરમારો કર્યો હતો.

આ ઘટના બાદ કેટલાક અન્ય વિસ્તારોમાં પણ પથ્થરમારાની ઘટનાઓ બની હતી.આ ઘટનાઓમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે આ શોભાયાત્રા કદાચ ખરગોન શહેરની પરિક્રમા કરવાની હતી, પરંતુ હિંસાને જોતા તેને અડધા રસ્તે જ ખતમ કરી દેવામાં આવી છે.