- દિલ્હીમાં રાત્રી કર્ફ્યૂ આજથી
- અનેક પ્રતિબંઘો લગાવવામાં આવ્યા
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યએ કડક પ્રતિબંધો લાગૂ કર્યો છે, કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હવે દિલ્હી સરકાર નાઈટ કર્ફ્યુ લગાવવા જઈ રહી છે. દિલ્હીમાં સોમવારથી રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અનેક પ્રતિબંધો લાગૂ રહેશે.
દિલ્હી રાજધાની હવે યલો શ્રેણીમાં આવી ચૂક્યુ છે,સરકારે યલો એલર્ટમાં જતા પહેલા જ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. સોમવારે સતત બીજા દિવસે કોરોનાનો સંક્રમણ દર 0.50 ટકા રહેશે તો મેટ્રો 50 ટકા ક્ષમતાથી ચાલતી હોવાથી બજારોમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ થશે. જ્યારે અન્ય ઘણા નિયંત્રણો પણ લાગુ થશે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ કોરોના સંભવિત ત્રીજી લહેર માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનને મંજૂરી આપીદીધી છે. GRAP હેઠળ, કોરોનાના સંક્રમણ દર, સક્રિય દર્દીઓ અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યાના આધારે વિવિધ પ્રકારના નિયંત્રણો નક્કી કરવામાં આવી ચૂક્યો છે. જ્યારે કેસની સંખ્યામાં વધારો થશે ત્યારે સિસ્ટમ આપમેળે સક્રિય થઈ જશે.
તેનો પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવશે જ્યારે સંક્રમણ દર સતત બે દિવસ સુધી 0.50 ટકા પર આવશે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રવિવારે સંક્રમણ દર પ્રથમ વખત .50 ટકાના આંકને પાર કરી ગયો હતો. આને ધ્યાનમાં રાખીને સરકારે સાવચેતીના પગલા તરીકે સોમવારથી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.
જો સોમવારે સંક્રમણ દર .50 ટકાથી ઉપર રહેશે, તો યલો એલર્ટ લાગુ કરવામાં આવશે. આ સાથે મેટ્રો 50 ટકા ક્ષમતાથી ચાલશે. તે જ સમયે, શૈક્ષણિક સંસ્થાઓની સાથે સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, થિયેટર, કોન્ફરન્સ રૂમ, બેન્ક્વેટ હોલ, સ્પા અને વેલનેસ ક્લિનિક્સ, યોગ સંસ્થાઓ અને જીમ બંધ રહેશે.આ સાથે જ રાત્રિ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે. દિવસ દરમિયાન દુકાનો અને શોપિંગ મોલ્સ ઓડ-ઇવન ફોર્મ્યુલા પર ચાલશે.