બાળકને તીખુ ધમધમાટ-મસાલાવાળો ખોરાક આપવાનો અત્યારે જ ઓછો કરી દો,નહીં તો મોટી બીમારીને આપશો આમંત્રણ
- બાળકને તીખો ખોરાક આપવાનો અત્યારે જ ઓછો કરી દો
- નહીં તો મોટી બીમારીને આપશો આમંત્રણ
કેટલાક લોકોને તીખુ અને તેલવાળું અથવા મસાલાવાળું ખાવાનો જોરદાર શોખ હોય છે. ક્યારેક તો આ લોકો ખાવામાં મર્યાદા પાર કરી નાખે છે અને વધારે પ્રમાણમાં ખઈ લેતા હોય છે ત્યારે તે લોકો તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારનું ખાવાથી ભવિષ્યમાં અનેક પ્રકારની તકલીફ થઈ શકે છે અને ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપી શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે બાળકોના પગમાં દુખાવો થવાનું મુખ્ય કારણ પિત્ત દોષ હોઈ શકે છે. વાસ્તવમાં, તે ખરેખર સ્નાયુમાં તાણ અને બળતરાનું કારણ બને છે અને બાળકો તેને સમજી શકતા નથી અને કહે છે કે પગમાં દુખાવો છે. મૂળભૂત રીતે તે ઉત્તેજિત પિત્ત દોષને કારણે હોઈ શકે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો પિત્ત વધવાને કારણે બાળકોમાં ઘણી તકલીફો વધી જાય છે અને તેમાંથી એક મોઢામાં અલ્સર છે. વાસ્તવમાં પિત્ત વધવાથી પેટની ગરમી વધે છે અને તેના કારણે મોઢામાં ચાંદા પડી જાય છે. તેથી, જો તમારા બાળકોને વારંવાર મોઢામાં ચાંદા પડે છે, તો તેમનું પિત્ત વધ્યું હોય શકે છે. જો તમારા બાળકની આંખોનો રંગ આછો-પીળો છે, તો સમજો કે તેમનામાં પિત્તા વધી રહી છે. હકીકતમાં, જ્યારે પિત્ત દોષ વધે છે, ત્યારે તે આંખો અને ત્વચા દ્વારા દેખાય છે. આમાં, તમે એ પણ જોઈ શકો છો કે તમારા બાળકની ત્વચાનો રંગ ઘાટો થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માન્યતાઓ પર આધારીત છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.