CWG 2022 – લાલરિનુંગા જેરેમીએ રચ્યો ઈતિહાસ – મેન્સ 67 kg વેટલિફ્ટિંગમાં જીત્યો ‘ગોડલ મેડલ ‘
- લાલરિનુંગા જેરેમીએ રચ્યો ઈતિહાસ
- ઈજાગ્રસ્ત થવા છત્તાં વજન ઉઠાવી જીત્યો ‘ગોડલ મેડલ ‘
દિલ્હીઃ- ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ 2022નો ત્રીજો દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે. આજે ભારતને વેઈટલિફ્ટિંગમાં વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જેરેમી લાલરિનુંગાએ વેઈટલિફટિંગમાં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીતનાર તે ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ છે. અત્યાર સુધીમાં ભારતને પાંચ મેડલ મળ્યા છે અને તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે.
એક તરફ મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે ટકરાવા જઈ રહી છે. બીજી તરફ ફરી એકવાર દેશને વેઈટલિફ્ટિંગમાં મેડલ મળવાની મોટી આશા સફળ રહી છે. આ સિવાય બેડમિન્ટન, જિમ્નાસ્ટિક્સ અને હોકીમાં પણ સારું પ્રદર્શન જોઈ શકાય છે. મેન્સ હોકી ટીમ આજથી પોતાના મિશન મેડલની શરૂઆત કરવા જઈ રહી છે. ભારતીય પુરુષ હોકી ટીમ ઘાના સામે રમવાની છે.
ભારતીય વેઇટલિફ્ટર લાલરિનુંગા જેરેમીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે પુરુષોની 67 કિગ્રા વર્ગમાં વિક્રમી વજન ઉપાડીને સુવર્ણ ચંદ્રક જીત્યો. સ્નેચમાં, જેરેમીએ 140 કિગ્રા ઉપાડીને નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે 160 કિગ્રા વજન ઉઠાવ્યું અને કુલ 300 કિગ્રા ઉપાડીને તેની શ્રેણીમાં નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો.
#Weightlifting Update 🚨@raltejeremy set the New Games Record in Snatch category with the best lift of 140kg in Men's- 67kg at @birminghamcg22
Keep it up🔥🔥🔥
🆙️⏭️
Clean & Jerk 🙂#Cheer4India#IndiaTaiyaarHai pic.twitter.com/H0eRDt8j96— SAI Media (@Media_SAI) July 31, 2022
વેઈટલિફ્ટિંગમાં આ ભારતનો ત્રીજો સિલ્વર અને એકંદરે 5મો મેડલ છે. લાલરિનુંગા જેરેમી પહેલા, સંકેત સરગર (સિલ્વર), ગુરુરાજ પૂજારી (બ્રોન્ઝ), મીરાબાઈ ચાનુ (ગોલ્ડ) અને બિંદ્યારાની દેવીએ (સિલ્વર) ભારત માટે મેડલ જીત્યા હતા.
ઉલ્પુલેખનીય છે કે રુષોની 67 (કિલો) વજન વર્ગમાં, ભારતનો જેરેમી સ્નેચ રાઉન્ડ પછી પ્રથમ હતો. તે પછી તેણે મહત્તમ 140 કિલો વજન ઉપાડ્યું જે કોમનવેલ્થ ગેમ્સમાં એક રેકોર્ડ છે. જેરેમી ક્લીન એન્ડ જર્કમાં પણ આગળ છે.