Site icon Revoi.in

CWG 2022 :પીએમ મોદીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હી: ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધમાલ મચાવી છે.તેણે સિંગલ્સ ફાઈનલ મેચમાં સતત બે ગેમમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લીને હરાવી છે. વિશ્વની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.

પ્રથમ ગેમમાં મિશેલે સિંધુને થોડી ટક્કર આપી હતી,પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેને કોઈ તક આપી નહીં.બીજી ગેમ ભારતના સ્ટાર શટલરે 21-13થી જીતી હતી.આ સાથે સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની સિંગલ્સમાં પહેલો ગોલ્ડ જીત્યો છે.ભારત હવે મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ આવ્યા છે.

બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સીઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો.સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

આ કારણે પીવી સિંધુ અને મિશેલ લી મેચ પહેલા 10 વખત સામસામે આવી ગયા હતા. આમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી હતી જ્યારે મિશેલે બે વખત જીત મેળવી હતી. હવે સિંધુએ 9મી વખત મિશેલને હરાવી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુ આ વખતે પણ શાનદાર રમી રહી છે.પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમી ફાઇનલમાં સિંગાપોરની વાઇ જિયા મિનને હરાવી હતી.સિંધુએ આ મેચ 21-19, 21-17થી જીતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં વડાપ્રધાનએ કહ્યું કે;”અસાધારણ @Pvsindhu1 ચેમ્પિયનોમાં ચેમ્પિયન છે! તેણી વારંવાર દર્શાવે છે કે શ્રેષ્ઠતા શું છે. તેણીનું સમર્પણ અને પ્રતિબદ્ધતા અદ્ભુત છે. CWGમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ તેણીને અભિનંદન. તેણીના ભવિષ્યના પ્રયત્નો માટે તેણીને શ્રેષ્ઠ શુભેચ્છાઓ. ”