Site icon Revoi.in

ગુજરાતની સહકારી બેંકો પર સાઇબર એટેક, 5000 કરોડથી વધુના વ્યવહારો અટકાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદી જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જીલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વહેવારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કરેલ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, રોજમદાર સહિતના બેંક ખાતેદારોના સમગ્ર ડિજિટલ વ્યવહારો જેવા કે એનઈએફટી, આરજીટીએસ, યુપીઆઈ, ફોન પે, ગુગલ પે, પેટીએમ જેવી દરેક સર્વિસ છેલ્લા 72 કલાકથી બંધ થઈ ગઈ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, હેકર્સ દ્વારા મોટો સાઇબર એટેક કરવામાં આવ્યો છે. બેંકોમાં સામાન્ય કરતાં ત્રણ ગણા વધુ કિંમતે સાયબર સુરક્ષા માટે સોફ્ટવેર સિસ્ટમ અને સર્વરની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સોફ્ટવેર કંપનીના પેટા કોન્ટ્રાક્ટ બેંક સાથે સંકળાયેલા મોટા માથાઓના કુટુંબીજનો ચલાવી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે તેનો ખુલાસો પણ સત્તાધીશોએ કરવો જોઈએ અને જવાબદારોને દંડવા જોઈએ જેથી ગ્રાહકોનો વિશ્વાસ બરકરાર રહે. ગ્રાહકો બેંકોમાં આ બાબતે ફરિયાદ કરે છે તો કોઈ સંતોષકારક જવાબ મહતો નથી, ઉપરોક્ત બાબતે ખૂબ જ ગંભીર હોવાથી ભારત સરકારના નાણા વિભાગ એ અને રિઝર્વ બેન્કે પણ પગલા લેવા જરૂરી થઈ ગયા છે