સાઈબર ઠગોની નવી તરકીબઃ ઓનલાઈન ગેમિંગ મારફતે યુવાનના બેંક ખાતામાંથી નાણા ટ્રાન્સફર થયાં
લખનૌઃ દેશમાં સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે બીજી તરફ સાઈબર ઠગોને ઝડપી લેવા માટે સાઈયર ક્રાઈમ અટકાવવા માટે અસરકારક પગલા લેવામાં આવ્યાં છે. સાઈબર ઠગો પોલીસથી બચવા માટે હવે નવા-નવા રસ્તા અપનાવી રહ્યાં છે. દરમિયાન ગેરકાયદે ઓનલાઈન ગેમિંગ વેબસાઈટ મારફતે ઠગાઈ આચરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કરીને 3 ઠગોને ઝડપી લીધા છે. આરોપીઓ કર્ણાટક અને છત્તીસગઢના અલગ-અલગ શહેરોમાં લોકેશન બદલીને પોલીસને ગુમરાહ કરી ભટકાવી રહ્યા હતા. પોલીસે પણ ટોળકીને ચાલાકી વાપરીને ઝડપી લીધા હતા. પોલીસ કર્મચારીની ટીમ ફુડ ડિલિવરી બોયના વેશમાં વોચમાં હતી. દરમિયાન દિલ્હીના નવાદા અને ઉત્તમવિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા.
ઉત્તરી જિલ્લાના નાયબ પોલીસ કમિશનરે જણાવ્યું કે, દિલ્હીમાં સ્થિત એન્જિનિયર વિક્રમે ગયા મહિને ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ પોર્ટલ પર છેતરપિંડીની ફરિયાદ આપી હતી. તેમણે જણાવ્યું કે તેઓ ઉત્તરાખંડના બુરારીના એન્ક્લેવમાં પરિવાર સાથે રહે છે અને હૈદરાબાદમાં એક આઈટી ફર્મમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં વિક્રમ ઓનલાઈન ગેમ રમતો હતો. અહીં પહેલા તે નાણા જીત્યો હતો. બાદમાં તેના બેંક એકાઉન્ટમાંથી રૂ. 1.49 લાખની ઠગાઈ થઈ હતી. રકમ દુર્ગ, ભિલાઈ, રાયપુર-છત્તીસગઢ ઉપરાંત બેંગલુરુ અને દિલ્હીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આરોપીઓએ તેમનું લોકેશન છત્તીસગઢથી દિલ્હી શિફ્ટ કર્યું હતું. આ દરમિયાન એક આરોપીએ ખાવા માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. સાયબર સ્ટેશન પર તૈનાત ઉચ્ચ અધિકારીએ સ્વિગીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પછી, તેઓ પોતે ડિલિવરી બોય બનીને આરોપીના સ્થળે પહોંચ્યા હતા.