ટેલીગ્રામથી થતી છેતરપીંડીને લઈને સાયબર દોસ્તે લોકોને સાવચેત કર્યાં
નવી દિલ્હીઃ વોટ્સએપને હરાવવા માટે ટેલિગ્રામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ધીરે ધીરે તે છેતરપિંડી કરનારાઓનો અડ્ડો બની ગયાનું ચર્ચાય રહ્યું છે. ખાસ કરીને ભારતમાં ટેલિગ્રામ પર તમામ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓ થઈ રહ્યાંનું મનાઈ રહ્યું છે. મોટાભાગના કૌભાંડો ટેલિગ્રામ દ્વારા જ થઈ રહ્યા છે. આ સિવાય માત્ર ટેલિગ્રામ પર ફિલ્મોની પાયરસી પણ થઈ રહી છે. હવે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી સાયબર એજન્સી સાયબર દોસ્તે લોકોને ટેલિગ્રામ પર એક કૌભાંડ અંગે ચેતવણી આપી છે.
સાયબર દોસ્તે કહ્યું છે કે, ટેલિગ્રામ પર સસ્તા આઇફોન આપવાનો દાવો સંપૂર્ણપણે કૌભાંડનો એક ભાગ છે. આવી જાળમાં ફસાશો નહીં અને આવી ટેલિગ્રામ ચેનલો વિશે ફરિયાદ કરશો.. સાયબર દોસ્તે આવી ઓફરો અંગે 1930 પર ફરિયાદ કરવાનું પણ કહ્યું છે.