1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આર્મીની ઓળખ આપીને ઓન લાઈન ફ્રોડ કરનારી ગેન્ગના 4 આરોપીને સાયબર ક્રાઈમે દબોચી લીધા
આર્મીની ઓળખ આપીને ઓન લાઈન ફ્રોડ કરનારી ગેન્ગના 4 આરોપીને સાયબર ક્રાઈમે દબોચી લીધા

આર્મીની ઓળખ આપીને ઓન લાઈન ફ્રોડ કરનારી ગેન્ગના 4 આરોપીને સાયબર ક્રાઈમે દબોચી લીધા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સાયબર ક્રાઈમના ફ્રોડના અવનવ કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ માટે પણ ગુનેગારો સુધી પહોંચવા માટે ટેકનોલોજીના મદદ લેવામાં આવતી હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી સાયબર ક્રાઇમ તેમજ SOGની અલગ અલગ ટીમો આવા સાયબર ફ્રોડ કરનારી ગેંગને દબોચી લીધી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ અને SOGની ટીમોએ ન્યૂડ વીડિયો કોલ, આર્મીની ઓળખ આપી સ્કેમ કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીના રિમાન્ડ દરરમિયાન અનેક ગુનાનો ભેદ ઉકેલાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા હતા. આથી પોલીસ કમિશનરની સુચનાથી  શહેરીની સાયબર ક્રાઇમ અને SOGની અલગ અલગ ટીમોએ છેલ્લા એક અઠવાડિયાથી રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં પડાવ નાંખીને એક ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરમાં છેલ્લા મહિનાથી એક જ પ્રકારના કેસ પ્રકાશમાં આવી રહ્યા હતા. જેમાં મોબાઈલ પર વ્યક્તિને જાળમાં ફસાવીને  ન્યૂડ વીડિયો કોલ, વર્ક ફ્રોમ હોમ, વસ્તુઓના પેકિંગ, આર્મીની ઓળખ આપીને ફ્રોડ કરવામાં આવતો હતો. આથી શહેરીની સાયબર ક્રાઇમ અને SOGની અલગ અલગ ટીમોએ ફ્રોડને લઇને નોંધાયેલી ફરિયાદોના આરોપીઓને પકડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ઓપરેશનમાં પોલીસની ટીમોએ વેશ પલટો કરીને રાજસ્થાનના ગામડાઓમાં આરોપીઓને શોધવા પહોંચ્યા હતા. એક ગ્રામ્ય વિસ્તારમાં આરોપીની ધરપકડ કર્યા બાદ સ્થાનિકોએ પોલીસ પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે કિશોરનો પણ સમાવેશ થાય છે. ​​​​​​​

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને અમદાવાદ લાવીને પૂછતાછ કરતા ચોંકાવનારી વિગતો મળી હતી. આ આરોપીઓએ ફક્ત અમદાવાદ શહેર જ નહીં પણ અન્ય જિલ્લાઓના લોકોને સાઇબર ફ્રોડનો શિકાર બનાવ્યા હતા. આરોપીઓ પાસેથી કબ્જે લેવાયેલા 8 જેટલા મોબાઈલમાંથી અનેક ફ્રોડની માહિતી મળી છે. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ આરોપીઓ ફક્ત એક જ પ્રકારનો ફ્રોડ નથી કરતા પણ અલગ અલગ પ્રકારના ફ્રોડ કરવામાં માહિર છે. આ ઉપરાંત અલગ અલગ લોકોના બેન્ક એકાઉન્ટમાં પણ રૂપિયા જમાં થયા હોવાની માહિતી મળી આવી છે. આરોપીઓ પાસેથી મળેલા મોબાઇલનો જે ડેટા ડિલીટ કર્યો છે તેને પણ રિકવર કરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવશે. આ આરોપીઓ ન્યૂડ કોલ કર્યા બાદ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ વાઇરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આ ઉપરાંત નકલી પોલીસ અધિકારીની ઓળખ પણ આપે છે અને વીડિયો કોલમાં જે યુવતી સાથે વાત કરી હતી તેને આપઘાત કરી લીધો છે. તે કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લોકોને બ્લેક મેઈલ કરી લાખો કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફ્રોડનો ભોગ બનનારા લોકોએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં શહેરમાં રહેતા એક વૃદ્ધે પોતે ન્યૂડ વીડિયો કોલનો શિકાર બન્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વૃદ્ધ પાસેથી અઢી કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. બીજી ફરિયાદમાં આર્મીના કેમ્પમાં એર કંપ્રેસર ખરીદ કરવાનું કહી આર્મીના નિયમ મુજબ ક્રેડિટ એડવાન્સ પેમેન્ટ કરવાનું કહી છ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. જ્યારે ત્રીજી ફરિયાદમાં વર્ક ફ્રોમ હોમમાં નટરાજ પેન્સિલનું પેકિંગ કામ કરવાનું કહી અલગ અલગ પ્રકારની ફી ભરાવી 9 હજારથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ​​​​​​​

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના મેવાત વિસ્તાર તેમજ હરિયાણાનાં અલગ અલગ ગામોમાંથી સાયબર ગઠિયાઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે જામતારામાંથી સાઇબર ફ્રોડ થતાં હતાં, તેને જોઈને હવે રાજસ્થાન હરિયાણા બોર્ડના ગામડામાંથી પણ આ પ્રકારે સાયબર ફ્રોડ થવા લાગ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code