Site icon Revoi.in

ચક્રવાત બિપરજોય:ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી, હવે આ દિવસે જશે

Social Share

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 17 જૂને ઓડિશાની નિર્ધારિત મુલાકાત ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાતમાં ટકરાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. આ માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક વરિષ્ઠ નેતાએ અહીં આપી હતી.

બીજેપી નેતાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહ બંને ચક્રવાતનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે, જે ગુરુવારે ગુજરાતના જખૌ બંદર નજીક ટકરાવવાની અપેક્ષા છે, તેથી કેન્દ્રીય ગૃહ પ્રધાન શનિવારે ઓડિશાની મુલાકાત લેશે નહીં.

પાર્ટીના ઓડિશા યુનિટના જનરલ સેક્રેટરી પૃથ્વીરાજ હરિચંદને બુધવારે જણાવ્યું હતું કે શાહની મુલાકાતની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. આ સાથે જનસંપર્ક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોદી, શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને નડ્ડા જેવા પક્ષના ટોચના નેતાઓની રેલી સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાત બિપરજોયએ ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. તે ગુરુવારે સાંજે 4 થી 8 દરમિયાન કચ્છના જખૌ ખાતે જમીન પર પટકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે તેના કારણે ભારે વિનાશની ચેતવણી આપી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચક્રવાતના તટ પર ટકરાવવાના સમયે પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની રહેશે. બુધવારે પણ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર પડ્યો હતો.