- બિપરજોય વાવાઝોડાની અસર મુંબઈ પર
- મુંબઈના દરિયાઓમાં ઊંચી લહેરો જોવા મળી
- એરપોર્ટ પર અફરાતફરી સર્જાય,અનેક ફ્લાઈટ રદ કરાઈ
મુંબઈઃ- ચક્વાત બિપરજોય આજે વધુ ખતરનાક બન્યું છે ગુજરાતમાં યલો એલર્ટ બાદ હવે મહારાષ્ટ્રના મુંબઈમાં વાવાઝોડાએ એસર દેખાડવાનું શરુ કર્યું છે જેને પગલે કેટલીક ફઅલાઈટ રદ કરવામાં આવી છે કારણ કે ખરાબ વાતાવરણના કારણે ફ્લાઈટના યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવાયો છે તો વળી દરમિયામાં મોટા મોટા મોજા ઉછળતા જોવા મળ્યા છે.
પ્રાપ્તચ વિગત પ્રમાણે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયેલા ‘બિપરજોય’ની અસર મુંબઈ વાસીઓ જોઈ રહ્યા છે. મુંબઈમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે બિપરજોય થંભી ગયું છે. મુંબઈ એરપોર્ટ પર ચિંતા અને ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું મુિસાફરો એ ફઇટ્સ માટે કલાકો સુધી રાહ જોતા હતા. હવામાનની સ્થિતિને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા વિલંબિત થઈ હતી,જેને લઈને યાત્રીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.
IMPORTANT INFORMATION:
Inclement weather conditions and the temporary closure of Runway 09/27 at the Mumbai airport, in addition to other consequential factors beyond our control have resulted in delays and cancellation of some of our flights. We regret the inconvenience caused…
— Air India (@airindia) June 11, 2023
એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું, “અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ અને મુંબઈ એરપોર્ટ પર રનવે 09/27ને અસ્થાયી રૂપે બંધ કરવા સિવાય, અમારા નિયંત્રણની બહારના અન્ય પરિણામી પરિબળોના પરિણામે અમારી કેટલીક ફ્લાઈટ્સ વિલંબિત અને રદ કરવામાં આવી છે.
આજે વહેલી સવારથઈ જ મુંબઈના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે દરિયાના ઊંચા મોજા કિનારા પર અથડાવા લાગ્યા છે. કેરળના તિરુવનંતપુરમથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે,મુંબઈમાં ગત રાતથી ભારે પવન અને વરસાદને કારણે એરપોર્ટ પર ફ્લાઈટ સેવાને અસર થઈ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગએ ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે 15 જૂનની બપોરના સુમારે ‘ખૂબ જ ગંભીર ચક્રવાત વાવાઝોડા તરીકે સૌરાષ્ટ્ર-કચ્છ અને નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી આગાહી કરવામાં આવી છે