ચક્રવાતી તોફાન રિમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તુફાન રેમલ આવવાની સંભાવના છે. આ રવિવારે ચક્રવાતી તુફાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફુકાવાની સંભાવના છે. બંગાળની ખાડી પર આવનાર ચક્રવાતનો સામનો કરવા તૈયારીઓની સમિક્ષા માટે કેબિનેટ સચિવ રાજિવ ગૌવાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપકની બેઠક યોજાઈ હતી. ચક્રવાતને કારણે દરિયાકાંઠે NDRF ની 12 ટીમો અને 5 SDRF ની ટીમોને તૈનાત રખાઈ છે. ચક્રવાતી તોફાન રેમાલ રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે આ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં ચોમાસાની મોસમનું આ પ્રથમ ચક્રવાત હશે.
આ ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 24 મેના રોજ પશ્ચિમ મધ્ય અને તેની નજીકના દક્ષિણ બંગાળની ખાડીમાં ખેપુપારા (બાંગ્લાદેશ)થી લગભગ 800 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કેનિંગ (પશ્ચિમ બંગાળ)થી 810 કિમી દૂર મધ્ય બંગાળની ખાડી પર ચિહ્નિત નીચા દબાણનું ક્ષેત્ર બન્યું હતું દક્ષિણમાં તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું હાલમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 26 મેની મધ્યરાત્રિની આસપાસ સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં 27 અને 28 મેના રોજ વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 મેના રોજ વરસાદની સંભાવના છે.