Site icon Revoi.in

વાવાઝોડાનું સંકટઃ પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી

Social Share

અમદાવાદઃ ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વહન ફુંકાઈ રહ્યો છે તેમજ બિપરજોયની અસરના પગલે દરિયામાં ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. દરમિયાન પોરબંદરમાં દરિયા કાંઠે આવેલા મંદિરની દિવસ ધરાશાયી થઈ હતી. આ ઉપરાંત દ્વારકામાં વોક-વે પાસે શેડને પણ નુકશાન થયું છે.

વાવાઝોડાની અસર દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે દરિયામાં હાલ ઉંચા ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. દરિયામાં કંરટ જોવા મળવાની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બીજી તરફ કચ્છના દરિયા કિનારે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે. માંડવી દરિયા કિનારા પર તમામ લોકોની અવર-જવર પર રોક લગાવાઇ છે. હાલ દરિયા કિનારે પવનની ગતિ વધારે છે. વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે.

દરિયાકાંઠા વિસ્તારમાં હાલ ભારે પવન ફુંકાવવાની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. દરમિયાન ભારે પવનને કારણે દ્વારકાના વોક-વે પાસે શેડને નુકશાન થયું છે. આ ઉપરાંત દ્વારકા મંદિર નજીક આવેલા ઘાટ ઉપર ઉંચા મોજા અથડાવવાના કારણે કેટલાક પથ્થર નીકળ્યાં હતા. આ ઉપરાંત પોરબંદરમાં દરિયાકાંઠા નજીક આવેલા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ઘરાશાયી થઈ હતી. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં હાલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, બીજી તરફ લોકોને દરિયાકાંઠા તરફ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવાની સાથે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.