Site icon Revoi.in

યાગી ચક્રવાતના કારણે વિયેતનામમાં 21 લોકોના મોત

Social Share

નવી દિલ્હીઃ આ વર્ષના એશિયના સૌથી શક્તિશાળી તોફાન યાગીના કારણે વિયેતનામમાં 21 લોકોના મોત થયા છે.યાગી ચક્રવાત નબળુ પડ્યુ છે જોકે હજુ પૂર અને ભૂસ્ખલનનું જોખમ રહેલુ છે.વાવાઝોડાને કારણે વીજળી અને ટેલિકોમ્યુનિકેશન ઠપ થઈ ગયુ છે જોકે યાગીએ નિકાસ-લક્ષી ઔદ્યોગિક કેન્દ્રોમાં કારખાનાઓ અને માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું હતું.વિયેતનામની હવામાન એજન્સીએ રવિવારે યાગીને ડાઉનગ્રેડ જારી કર્યું હતું પરંતુ પૂર અને ભૂસ્ખલનના ચાલુ જોખમ વિશે ચેતવણી આપી હતી વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.

શનિવારે યાગીના પગલે વ્યાપક પૂર આવ્યું, હજારો વૃક્ષો પડી ગયા અને ઘરોને નુકસાન થયું. ચક્રવાત,ભૂસ્ખલન અને પૂરને કારણે વિયેતનામમાં 21 લોકો માર્યા ગયા અને 229 ઘાયલ થયા, સરકારના પ્રાથમિક અનુમાન મુજબ, દક્ષિણ ચીની ટાપુ હેનાન પર ચાર લોકો અને ફિલિપાઈન્સમાં 20 લોકોના જીવ લીધા

શનિવારે બપોરે વિયેતનામમાં લેન્ડફોલ કર્યા પછી યાગીએ દરિયાકાંઠાના પ્રાંતોમાં 4 મીટર (13 ફુટ) જેટલા ઊંચા મોજાઓ ઉછાળ્યા હતા વિયેતનામના મોટા ભાગના કારખાનાઓનો નુકસાન થયુ હતુ. 80 ટકાથી વધારે કંપનીઓને યાગી વાવાઝોડાને પગલે અસર થઇ છે. દેશના ઉત્તર ભાગના હાઇવે પર પુરના પાણી ભરાઇ ગયા છે ઘણા રસ્તાઓ ક્ષતી ગ્રસ્ત થયા છે. તોફાને શહેરમાં તબાહી મચાવી દીધી છે. લોકોના ઘરો, કાર અને રસ્તા પરના લોકો ઉપર વૃક્ષો પડી ગયાહવામાન એજન્સીએ હનોઈ સહિત નદીના કિનારે આવેલા વિસ્તારોમાં સતત પૂરના જોખમની ચેતવણી આપી હતી.