Site icon Revoi.in

કોરોના રસીકરણ મામલે દાદરા નગર હવેલી, દીવ અને દમણ પ્રથમ ક્રમે, ગુજરાત 9માં ક્રમે

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કોરોનાની ત્રીજી લહેરની દસ્તક હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ આગામી તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરો અને 10મી જાન્યુઆરીથી કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન રસીકરણ મામલે પ્રથમ ક્રમે દાદરા નગર હવેલી, દીવ અને દમણ છે. જ્યારે બીજા ક્રમે હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત નવમાં ક્રમે હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પાંચ મનપા અને 3 જિલ્લામાં 100 ટકા લોકોએ પ્રથમ રસીનો ડોઝ લઈ લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે રસીના બીજો ડોઝ માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાના ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન રસીકરણ મામલે ટોપ ઉપર દાદરા નગર હવેલી, દીવ અને દમણ છે. જ્યારે બીજા ક્રમે હિમાચલ પ્રદેશ, ત્રીજા ક્રમે ગોવા, ચોથા ક્રમે સિક્કિમ, 5માં સ્થાને લક્ષદીપ જ્યારે ગુજરાત 9માં ક્રમ ઉપર હોવાનું જાણવા મળે છે. જ્યારે દિલ્હી 10માં ક્રમે હોવાનું જાણવા મળે છે.

(PHOTO-FILE)