દાદરા નગરહવેલીઃ નકલી પનીર બનાવાનું કારખાનું ઝડપાયું
- રોજનું 15 હજાર કિલો પનીર બનતું હતું
- બે દિવસની તપાસ બાદ પાડ્યાં દરોડા
- કારખાનાનો પર્દાફાશ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કમાવી લેવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા અનેક ભેળસેળીયા તત્વો સક્રીય થયાં છે. બીજી તરફ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને ખુલ્લા પાડવા માટે સરકાર અને અનેક સંસ્થો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન દાદરા નગરહવેલીમાં નકલી પનીર બનાવવાના કારખાનાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા નગરહવેલીના એક મકાનમાં નકલી પનીર બનતુ હોવાની માહિતીના આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન નરોલીના એક ઘરમાં દરોડા પાડીને તપાસ કરતા અહીં નકલી પનીર બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. અહીં રોજનું 15 હજાર કિલો પનીર બનતું હોવાનું જાણીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આરોગ્ય વિભાગે આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દાદરા નગરહવેલીના નરોલીના એક મકાનમાં નકલી પનીર બનાવવાનું કારખાનું ઝડપતા લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. આ પ્રકરણમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલુ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.