- કોરોનાના કેસમાં 90 ટકાનો વધારો નોંધાયો
- 24 કલાક દરમિયાન 2 હજાર 183 કેસ સામે આવ્યા
- કોરોનાએ વધારી ચિંતા
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી હતી ત્યા તો કોરોનાના કેસો ઘણા રાજ્યોમાં વધતા જોવા ણળી રહ્યા છે,દિલ્હી ,ગાઝિયાબાદ ્ને ઉત્તરપ્રદેશ સહીતના રાજોયમાં કોરોનાને લઈને ફરી સતર્કતા દાખવવમાં આવી રહી છે,કારણ કે અહીં નોંધાતા કેસની સંખ્યા ઘીમે ઘીમે વધતી જોવા મળી રહી, છે તો બીજી તરફ દેશભરમાં કોરોનાના કેસ ફરી એક વખત 2 હજારથી વધુ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 2 હજાર 183 કોરોનાના કેસ નોંધાયા છે,જે દૈનિક નોંધાતા કેસમાં 90 ટકાનો વધારો કહી શકાય.આ સાથે જ આ સમયગાળા દરમિયાન 214 દર્દીઓના મોત પણ નોંધાયા છે.
આ સાથે જ 17 એપ્રિલ, 2022ના રોજ સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ગઈકાલે દેશમાં 1 હજાર 150 કેસ નોંધાયા હતા. જ્યારે આ પહેલા 16 એપ્રિલે 975 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 15 એપ્રિલના રોજ 949 નવા કેસ નોંધાયા હતા.છેલ્લા 3 દિવસમાં જ આ આકંડો 2 હજારને વટાવી ગયો છે
કોરોનાના દૈનિક કેસોમાં આ વધારો લગભગ 90 ટકા નોધાયો છે. તાજેતરના દિવસોમાં દિલ્હી, યુપી અને હરિયાણામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. તે જ સમયે, 1 હજાર 985થી વધુ લોકોએ કોરોનાને માત આપી છે તેઓ સાજા થયા છે.