1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન 62 લાખ લીટરથી વધીને 290 લાખ લીટર થયું
ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન 62 લાખ લીટરથી વધીને 290 લાખ લીટર થયું

ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન 62 લાખ લીટરથી વધીને 290 લાખ લીટર થયું

0
Social Share

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી. વર્ષ ૧૯૨૩થી દર વર્ષે જુલાઈ માસના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવે છે. ભારત દેશ અનેક વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે. સહકારી ક્ષેત્રની ક્ષમતાને ધ્યાને રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬ જુલાઈ૨૦૨૧ના રોજ ભારત સરકારના અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી હતી. જોગાનુજોગઆ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને સહકાર મંત્રાલયનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે ભારત સરકારે પ્રથમવાર “સહકારિતા દિવસ”ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કરવાનો નિર્ણય કર્યો છે. ૬ જુલાઈના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને “આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ”ની ઉજવણી થશે.

સહકારિતા દિવસની ઉજવણી માટે ગુજરાતની પસંદગી પાછળ ગુજરાતમાં વધી રહેલી સહકારિતા પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્રની સિદ્ધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સહકારિતા પ્રવૃત્તિને વેગ આપીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાને પ્રોત્સાહન આપી રહી છે. પરિણામે આજે ગુજરાતનું સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ગત બે દાયકા દરમિયાન ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના દિશા નિર્દેશન હેઠળ આજે સમગ્ર દેશમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સહકારિતા પ્રવૃત્તિમાં અગ્રસ્થાન ધરાવે છે.

  • બજાર સમિતિની આવક અને ટર્નઓવરમાં ૫૦૦ ટકાથી વધુનો વધારો

ગુજરાતના સહકાર ક્ષેત્રની સિદ્ધિ અંગે વાત કરીએ તોઅગાઉ રાજ્યની બજાર સમિતિઓનું ટર્નઓવર માત્ર રૂ. ૮,૦૦૦ કરોડ હતુંજે આજે વધીને રૂ. ૪૨,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છેજ્યારે બજાર સમિતિની આવક રૂ. ૭૨.૮૦ કરોડથી વધીને રૂ. ૪૬૦ કરોડ જેટલી થઇ છે. સાથે જ બજાર સમિતિનાં ગોડાઉનોની સંગ્રહ ક્ષમતા પણ ૪.૩૩ લાખ મેટ્રીક ટનથી વધીને ૧૩.૪૬ લાખ મેટ્રીક ટન જેટલી થઇ છે.

  • રાજ્યમાં દૂધ મંડળીઓની સંખ્યા વધીને ૧૬,૦૦૦ સુધી પહોંચી

દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર છે. ગુજરાત સરકારે રાજ્યના દૂધ સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે. પહેલા ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા ૧૦,૬૩૬ જેટલી હતીજે આજે વધીને ૧૬,૩૮૪ જેટલી થઇ છે. સાથે જ દૂધ સંઘ પણ બે દાયકામાં ૧૨ થી વધીને ૨૩ થયા છેજેના પરિણામે ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન પણ ૬૨ લાખ લીટરથી વધીને ૨૯૦ લાખ લીટર સુધી પહોંચ્યું છે. રાજ્યના ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનું ટર્નઓવર જે પહેલા રૂ. ૨,૩૬૬ કરોડ હતુંતે આજે વધીને રૂ. ૬૧,૦૦૦ કરોડ થયું છે. દૂધ ઉત્પાદનમાં સતત પ્રગતિ કરી રહેલા ગુજરાત રાજ્યમાં પશુપાલકો પાસેથી દૂધ ખરીદીના સરેરાશ ભાવમાં પણ અધધ ૩૦૦ ટકા જેટલો વધારો આવ્યો છે અને પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યા છે.

  • ખેડૂતોના પાક ધિરાણના વ્યાજ સહાય પેટે રૂ. ૮૭૭ કરોડ ચૂકવાયા

ગુજરાત સરકારે હંમેશા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓની પડખે રહીને તેનો ખેડૂત હિતલક્ષી અભિગમ સ્પષ્ટ કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને કોઇપણ વ્યાજ વિના પાક ધિરાણ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યોતેના પરિણામે ખેડૂતોના ભારણમાં મોટો ઘટાડો આવ્યો છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪-૧૫માં ખેડૂતોના પાક ધિરાણની વ્યાસ સહાય તરીકે રૂ. ૧૨૫ કરોડનો ખર્ચ કર્યો હતો. જેની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાજ સહાય પેટે કુલ રૂ. ૧૬૧૨ કરોડ જેટલો ખર્ચ કર્યો હતો. ખેડૂતોના પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં રૂ. ૮૭૭ કરોડની ચૂકવણી કરાઈ છે.

રાજ્યના કેટલાક ખેડૂતોખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો શેરડીનું વાવેતર કરી રહ્યા છે. આવા ખેડૂતો પોતે સહકારી ધોરણે સુગર ફેક્ટરી ચલાવે તે માટે રાજ્યમાં કેટલીક સહકારી સુગર ફેક્ટરીઓ કાર્યરત છેજેમાં ખેડૂતોને ઉત્પાદન સામે વર્ષ ૨૦૦૨માં રૂ. ૭૯૦ થી રૂ. ૧૦૪૯ જેટલાં ભાવ ચૂકવવામાં આવતાં હતાં. આજે આ ખેડૂતોને ઉત્પાદન સામે રૂ. ૨૦૩૦ થી રૂ. ૩૯૬૧ જેટલા ભાવ ચૂકવવામાં આવે છે.

  • પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓની રચના

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમજ ઉપજના પોષણક્ષમ ભાવ મળે અને તેનું યોગ્ય માર્કેટિંગ થઇ શકે તે માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૧૨ જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે.

રાજ્યમાં ખેડૂતો દ્વારા અનેક સહકારી મંડળીઓ એટલે કે પેક્સની (PACS) રચના કરવામાં આવી છે. આવી ખેડૂત સહકારી મંડળીઓને અદ્યતન તથા સુદ્રઢ બનાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પ્રથમ તબક્કા હેઠળ રાજ્યની ૫,૭૫૪થી વધુ પેક્સની પસંદગી કરવામાં આવી છે. આ પેક્સને આગામી સમયમાં ડીઝીટલ કામગીરી માટે કમ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેર પૂરા પાડવામાં આવશે.

  • નાગરિક સહકારી બેંકો અને ક્રેડીટ સોસાયટીની થાપણમાં અધધ વધારો

ખેડૂતો ઉપરાંત સહકારી ક્ષેત્ર જરૂરિયાતમંદોને ધિરાણ આપવામાં પણ પાછળ નથી. રાજ્યમાં નાગરિક સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા જરૂરિયાતમંદોને મોટાપાયે ધિરાણ આપવામાં આવે છે તેમજ સભાસદો દ્વારા તેમાં થાપણો પણ મૂકવામાં આવે છે. જે અંતર્ગત બે દાયકા પહેલા નાગરીક સહકારી બેંકોમાં રૂ. ૧૬,૫૦૬ કરોડની તેમજ ક્રેડિટ સોસાયટીઓમાં રૂ. ૪૧૦ કરોડની થાપણો જમા હતી. આજે નાગરિક સહકારી બેન્કોમાં થાપણો વધીને રૂ. ૭૫,૦૦૦ કરોડ તેમજ ક્રેડીટ સોસાયટીઓમાં થાપણો વધીને રૂ. ૨,૯૦૦ કરોડ જેટલી થઈ છે. આ ઉપરાંત ગત એક વર્ષ દરમિયાન રાજ્યની વિવિધ સહકારી મંડળીઓના ૫૭,૫૦૦થી વધુ સભાસદોને રાજ્ય સરકાર દ્વારા તાલીમ આપવામાં આવી છે.

  • સહકારી મંડળીઓની ઓનલાઈન નોંધણી

રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સહકારી મંડળીઓની નોંધણી માટેના પોર્ટલ પર અત્યાર સુધીમાં ૧૧,૦૦૦થી વધારે સહકારી મંડળીઓની નોંધણી કરવામાં આવી છે. આ ઉપરાંત સહકાર વિભાગ દ્રારા પણ સહકારી મંડળીઓ તથા નાણા-ધીરધાર સંલગ્ન કામગીરીને વધુ સુવ્યસ્થિત કરવા માટે ઇ-ઓપરેટીવ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. ઈ-ઓપરેટીવ પોર્ટલ પર અત્યાર સુધીમાં ૭,૭૨૫ નાણા ધીરધાર કરનારાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જ્યારે૨૮,૬૧૬ જેટલી સહકારી મંડળીઓ દ્વારા પણ આ પોર્ટલ પરનું લોગીન આઈ.ડી. મેળવીને માહિતી ભરવામાં આવી છે.

  • આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના

રાજ્ય સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ હેઠળ રૂ. ૦૧ લાખ લેખે અત્યાર સુધીમાં કુલ ૧,૬૭,૮૦૦થી વધુ લાભાર્થીઓને આશરે રૂ. ૧,૫૬૫ કરોડથી વધુનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. જેની સામે ૦૬ ટકા વ્યાજ સહાય પેટે રૂ. ૧૫૪ કરોડ તેમજ ૦૨ થી ૦૪ ટકા ઇન્સેન્ટીવના રૂ. ૪૯ કરોડ મળી કુલ રૂ. ૨૦૩ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ હેઠળ રૂ. ૨.૨૦ લાખ લેખે અત્યાર સુધીમાં આશરે ૩૮,૪૮૮ લાભાર્થીઓને રૂ. ૯૪૧ કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. જેની સામે ૦૪ ટકા વ્યાજ સહાય પેટે રૂ. ૬૨ કરોડ તેમજ ૦૨ થી ૦૪ ટકા ઇન્સેન્ટીવના રૂ. ૨૧ કરોડ મળી કુલ રૂ. ૮૪ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર ખેડૂતો દ્વારા બનાવવામાં આવતા ગોડાઉન ઉપર ગોડાઉન બાંધકામના ૨૫ ટકા મુજબ મહત્તમ રૂ. પાંચ લાખની મર્યાદામાં કેપીટલ સબસીડીની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ૨,૫૦૦ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૩૨.૯૧ કરોડની સહાય આપવામાં આવી છે. આ ગોડાઉનના બાંધકામથી ખેડૂતોની પાક સંગ્રહની કરવાની ક્ષમતામાં ૨,૩૬,૦૦૦ મેટ્રીક ટનનો વધારો થયો છેજે રાજ્ય સરકારની સિદ્ધિ છે. સહકાર ક્ષેત્રે ગુજરાત સરકારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમજ આગામી સમયમાં પણ રાજ્ય સરકાર સહકારીતાને પ્રવૃત્તિને વેગ આપીને અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનશે. ચાલુ વર્ષે પણ રાજ્ય સરકારના અંદાજપત્રમાં સહકાર ક્ષેત્રના વિકાસ માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ગુજરાત સરકારે સહકાર પ્રવૃત્તિથી સમૃદ્ધિ તરફ આગળ વધવા અનેકવિધ પ્રયાસો પણ હાથ ધર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code