Site icon Revoi.in

લાંબુ જીવવા માટે દરરોજ ચાલવુ જરૂરી છે, જાણો તેના ફાયદા વિશે

Social Share

ચાલવું, પછી ભલે તે ઝડપી હોય કે સામાન્ય ગતિ, આ એવી કસરત છે જે શારીરિક અને માનસિક ઉર્જા બંનેને પ્રોત્સાહન આપીને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે. ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય સબંધી લાભ થાય છે. ચાલવાથી સ્નાયુઓની તાકાત, હ્રદય સબંધીત ફિટનેસ અને વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. એના સિવાય ચાલવું એ એવી કસરત છે જે બધી ઉંમર વાળા લોકો કરી શકે છે. સ્વાસ્થ્ય લાભ સિવાય, દરરોજ ચાલવાથી તણાવથી મુક્તિ અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સાથે જ ચાલવાથી શાંતિ મળે છે. માનસિક સ્પષ્ટતામાં સુધારો આવે છે. અને આત્મનિરિક્ષણનો લાભ મળે છે. ચાલવું પછી ભલે તે ઝડપી હોય કે સામાન્ય ગતિ, આ એવી કસરત છે જે શારીરિક અને માનસિક ઉર્જા બંનેને પ્રોત્સાહન આપીને સ્વસ્થ જીવનશૈલી જીવવામાં મદદ કરે છે.

સ્વસ્થ રહેવા માટે તમારે એક દિવસમાં કેટલા પગલા ચાલવા જોઈએ..જાણીએ

વધારે ઉંમર વાળા લોકોને મૃત્યુનું જોખમ ઓછું કરવા માટે દરરોજ લગભગ 6000 થી 8000 પગલા ચાલવા જરૂરી છે. જ્યારે યુવાન લોકોને દરરોજ લગભગ 8000 થી 10,000 પગલા ચાલવાની જરૂરત છે. થોડું વધારે ચાલવું ફાયદાકારક છે. ખાસ કરીને એવા લોકો માટે જે ખુબ ઓછા સક્રિય છે. પણ ખુદને સ્વસ્થ રાખવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું જરૂરી છે. જેમાં ચાલવું એ સરળ અને સારો ઉપાય છે.