Site icon Revoi.in

દૈનિક જાગરણ ગ્રુપના ચેરમેનું નિધન, રિવોઈ પરિવારે પાઠવ શ્રદ્ધાંજલી

Social Share

દિલ્હીઃ જાણીતી હિન્દી અખબાર જાગરણ ગ્રુપના ચેરમેન યોગેન્દ્રજી મોહનજીનું કાનપુરમાં નિધન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા. 83 વર્ષિય યોગેન્દ્રજી મોહનજીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. જાણીતા ન્યૂઝ પોર્ટલ REVOI (TEAL VOICE OF INDIA) પરિવારે યોગેન્દ્રજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ આ દુઃખની ઘડીમાં ભગવાન તેમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી.

યોગેન્દ્ર મોહનજીના નિઘન ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિએ પોતાના શોક સંદેશમાં કહ્યું હતું કે, દૈનિક જાગરણ ગ્રુપના ચેરમેન યોગેન્દ્ર મોહનજી ગુપ્તાનું નિધન ખુબ દુઃખદાયી છે. હિન્દી સમાચાર પત્રોમાં વ્યાપક પ્રસારની સાથે શૈક્ષમિક પ્રકલ્પોમાં પણ વિશેષ મહત્વ રહ્યું છે. યોગેન્દ્રજીના નિધનને પગલે પરિવારજનો અને સ્નેહિજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પીએમ મોદીએ પોતાના શોક સંદેશમાં લખ્યું હતું કે, દૈનિક જાગરણ ગ્રુપના ચેરમેન યોગેન્દ્ર મોહનજી ગુપ્તાના નિધન અત્યાંત દુઃ થયું. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમના અવસાનથી કલા, સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં કોઈ દિવસ ના પુરાય તેવી ખોટ પડી છે. દુઃનખના આ સમયમાં તેમના પરિવારજનો અને સ્વજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. 21મી જુલાઈ 1936માં જન્મેલા યોગેન્દ્ર જી યુવાવસ્થામાં દૈનિક જાગરણ ગ્રુપ સાથે સંકળાયેલા હતા.