- સલમાનની સાથે ફરી એકવાર જોવા મળશે ડેઝી શાહ
- ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ ની બનવા જઈ રહી છે સિક્વલ
- 2005 માં આવેલી ફિલ્મ ‘નો એન્ટ્રી’થઇ હતી સુપર હીટ
મુંબઈ:સલમાન ખાનની હિટ કોમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.ક્યારેક આ ફિલ્મ બનવાના સમાચાર આવે છે તો ક્યારેક આ ફિલ્મ કોલ્ડ સ્ટોરેજમાં જાય છે. હવે ફરી આ ફિલ્મના નિર્માણના સમાચારે જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે આ ફિલ્મના આગામી ભાગ માટે નિર્માતાઓએ ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં ડેઝી શાહ ફરી એકવાર સલમાન ખાન સાથે જોવા મળશે. ડેઝી શાહ સલમાન સાથે 2014માં આવેલી ફિલ્મ ‘જય હો’ અને 2018માં ‘રેસ 3’માં જોવા મળી હતી.
અહેવાલ અનુસાર, અનીસ બઝમીએ તેની ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ જે ‘નો એન્ટ્રી’ની સિક્વલ હશે,તેમાં સલમાનને સાઈન કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરશે.આ ફિલ્મ વિશે ઘણી રસપ્રદ માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન આમાં ટ્રિપલ રોલમાં જોવા મળશે. સલમાન સિવાય આ ફિલ્મના અન્ય કલાકારો અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ટ્રિપલ રોલ કરતા જોવા મળી શકે છે અને આ તમામ 9 પાત્રો માટે અલગ-અલગ અભિનેત્રીઓ કાસ્ટ કરવા માટે તૈયાર છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,સલમાન ખાન સાથે ‘જય હો’ અને ‘રેસ 3’માં જોવા મળેલી આમાંથી એક ડેઝી શાહને કાસ્ટ કરવામાં આવી છે. ચાર અભિનેત્રીઓના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નો એન્ટ્રીની સિક્વલનું પ્લાનિંગ 6 વર્ષથી ચાલી રહ્યું છે, હવે સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે. નિર્માતાઓએ જૂના કલાકારો અનિલ કપૂર, ફરદીન ખાન અને સલમાન ખાનને રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં 9 અભિનેત્રીઓ હશે જેમાંથી 4 એટલે કે બિપાશા બાસુ, સેલિના જેટલી, લારા દત્તા અને ડેઝી શાહની પસંદગી કરવામાં આવી છે.
ફિલ્મના કાસ્ટિંગની જવાબદારી મુકેશ છાબરા નિભાવી રહ્યા છે. તે ફિલ્મોમાં બાકીની અભિનેત્રીઓની પસંદગી કરશે. વર્ષ 2005માં ‘નો એન્ટ્રી’ પતિ-પત્નીના સંબંધો પર આધારિત ફિલ્મ હતી, જેમાં પતિ પોતાની પત્ની સાથે બેવફાઈ કરીને બહારની છોકરીઓ સાથે મસ્તી કરે છે.આ ફિલ્મની વાર્તા પણ એવી જ હશે પરંતુ આ વખતે આ સ્ટાર્સ ત્રણ અલગ-અલગ પાત્રો કરતા જોવા મળશે. અનીસ બઝમીએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને તે જ આ ફિલ્મનું નિર્દેશન પણ કરવાના છે. આ ફિલ્મની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.