- ગુરુવારે બીએસઈ માર્કેટ કેપ 138.45 લાખ કરોડ હતી
- શુક્રવારે બપોરે માર્કેટ કેપ વધીને 143.45 લાખ કરોડ થઈ
- સેન્સેક્સમાં એક દિવસમાં 2000 પોઈન્ટની તેજી જોવા મળી
- સેન્સેક્સમાં આવી તેજી દશ વર્ષ બાદ ફરી એકવાર દેખાઈ
મુંબઈ ઘરેલુ કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ના નાણાં પ્રધાન નિર્મલા સીતારમનના રાહતવાળા મોટા એલાનોને કારણે શેર બજારમાં દિવાળીનો માહોલ છે. સરકારે આ ગિફ્ટથી ખુશ બજાર શુક્રવારે બપોરે એક વખત 2000 અંકનો ઉછાળ જોવા મળ્યો હતો. અઢી વાગ્યા પહેલા 2156 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં 666 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને કેપિટલ ગેન્સ ટેક્સ સરચાર્જની છૂટથી ખુશ થયેલા શેર બજારમાં રોકાણકારોએ એક કલાકની અંદર 5 લાખ કરોડ રૂપિયા બનાવી લીધા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના ડેટા પ્રમાણે, એલાનોના તુરંત બાદ બજાર ઉંચે ચઢવા લાગ્યું અને કેટલાક સમયમાં માર્કેટ કેપિટલાઈઝેશન (MCap) 143.25 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું, જે ગુરુવારે 138.54 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે અંદાજે પાંચ લાખ કરોડની બઢત મળી છે. બીએસઈનો સેન્સેક્સ નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. સેન્સેક્સમાં એખ દિવસમાં 2000થી વધારે પોઈન્ટ્સની તેજી આના પહેલા લગભગ દશ વર્ષ પહેલા જોવા મળી હતી. તો નિફ્ટી-50 પણ 500થી વધારે અંકના વધારા સાથે 11250 પર પહોંચ્યો હતો. 10 વર્ષોમાં પહેલીવાર ઈન્ટ્રાડે હાઈ છે.
એનાલિસ્ટ્સનું કહેવું છે કે એલાનોની અસર નિફ્ટીની પ્રતિ શેર આવક પર પડશે. કાર્વી સ્ટોક બ્રોકિંગ ફર્મના સીઈઓ રાજીવ સિંહે કહ્યુ છે કે બેંકિંગ, એફએમસીજી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઓટો કંપનીઓને સૌથી વધારે ફાયદો થશે. 15 ટકા ટેક્સના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર વધારે આકર્ષક થશે. કોર્પોરેટ ટેક્સમાં આવા સમયમાં ઘટાડાનું એલાન કરવામાં આવ્યું છે, કે જ્યારે દુનિયામાં ટ્રેડ વોર ચાલી રહ્યું છે.
કેપિટલ માર્કેટમાં ફંડના પ્રવાહને વધારવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે બજેટમાં વધારવામાં આવેલા સરચાર્જ ઈક્વિટી શેરોના વેચાણથી થયેલી આવક નહીં આપવો પડે. આ છૂટ હેઠળ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પણ આવશે, જે ડેરિવેટિવ્સમાં કારોબાર કરે છે. નાણાં પ્રધાને કહ્યુ છે કે ઘટાડા બાદ સેસ અને સરચાર્જ જોડીને પ્રભાવી કોર્પોરેટ ટેક્સ દર 25.17 ટકા થઈ જશે, જે પહેલા 30 ટકા હતો. પહેલા કોર્પોરેટ ટેક્સનો પ્રભાવી દર 34.94 ટકા હતો. તેના સિવાય મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સમાં પણ ઘટાડો થયો છે. ટેક્સ કાપના આ એલાનોથી સરકારી ખજાના પર 1.45 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે.
પ્રભુદાસ લીલાધરમાં સીઈઓ (પીએમએસ) અજય બોડકેનું કહેવુ છે કે સરકારનું આ પગલું ઈકોનોમીમાં રોકાણને બૂસ્ટ કરશે અને ભારતના બિઝનસને આકર્ષક ડેસ્ટિશેનશન તરીકે રજૂ કરશે. તેમણે આગળ કહ્યુ છે કે સરકારે નવી કંપનીઓ માટે 15 ટકાના ટેક્સનું એલાન કરીને તેમના માટે લાલ જાજમ બિછાવી દીધી છે. આ પગલું અબજો ડોલરના વિદેશ રોકાણ (FDI & FII)ને પ્રોત્સાહીત કરશે. સાચા અર્થોમાં આ એલાન દીપોના પર્વ દિવાળીના સમય પહેલા આવવાનું છે, તેના કારણે લાંબા સમયથી ચાલી રહેલું અંધારુ દૂર થયું છે, કે જે ઈકોનોમીને પરેશાન કરી રહ્યું હતું.
શેયરખાનના હેડ ઓફ રિસર્ચ સંજીવ હોતાનું કહેવું છે કે ઈકોનોમીના ટેક્સ રિફોર્મ્સની સખત જરૂરત હતી અને સરકારે નક્કર પગલા ઉઠાવતા ઘટાડાનું એલાન કર્યું છે. આ ઘટાડાને કારણે રોકાણનું પ્રોત્સાહન મળશે.
એક અન્ય એક્સપર્ટે કહ્યુ છે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ટેક્સ નેટને પણ વધારશે અને ધીરેધીરે સરકારની આવક વધશે. કુલ મળીને વૈશ્વિક સ્તર પર ભારતીય કંપનીઓ વધારે કોમ્પિટિટિવ હશે. આ પગલું માર્કેટ સેન્ટીમેન્ટમાં સુધારો લાવશે અને મંદીનો સામનો કરવામાં મદદગાર રહેશે.