Site icon Revoi.in

વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લીધે ડાંગરના પાકને નુકશાન

Social Share

વલસાડ:  દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં પડેલા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરના ઉભા પાકમાં વરસાદના કારણે નુકશાની થતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી પડ્યો હતો. જેને લીધે  જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. પાછળથી પડેલા વરસાદના કારણે ડાંગરનો ઉભો પાક પડી જવા પામ્યો છે તો ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતો દ્વારા કાપણી કર્યા બાદ વરસાદ પડતાં ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે અને ડાંગરના પાક પર નભે છે ત્યારે પાછળથી પડેલા વરસાદના કારણે ખેડૂતોનો ડાંગરનો ઉભો પાક ખરાબ થઈ જવાના કારણે ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેતી ડાંગરના પાકની થાય છે. જિલ્લામાં 75 હજાર હેકટરથી વધુમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. નવરાત્રી બાદ દશેરાના દિવસથી ખેડૂતો દ્વારા ડાંગરની કાપણી શરૂ કરવામાં આવે છે. તેવામાં વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભો ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે. જેને લઈ ખેડૂતોએ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ધવલ પટેલ દ્વારા ખેડૂતોને થયેલા નુકશાની સહાય મળે એ માટે રજુઆત કરી છે. તો બીજી બાજુ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. (File photo)