અમદાવાદઃ વલસાડમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાની પહોંચી, ખેતીવાડી વિભાગે નુકસાનીનો સર્વે હાથ ધર્યો. વલસાડ જિલ્લામાં આવેલા 460થી વધુ રેવન્યુ ગામોમાં 75 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ડાંગરની રોપણી કરી છે. ચાલુ વર્ષે નવરાત્રી બાદ પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં નુકસાની પહોંચી હતી. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં ભારે નુકસાની થઈ છે. વલસાડ જિલ્લાના ખેડૂતોએ ધારાસભ્ય, સંસાદ અને અને સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓને ડાંગરના પાકનીનુકસાની અંગે વળતર માટે રજુઆત કરી છે. વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગને ખેડૂતોએ ડાંગરના પવકમાં થયેલા નુકસાનીમાં યોગ્ય વળતર ચૂકવવા અરજી કરી છે. અરજી મળતા વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગે તલાટી સહિત અધિકારીની 12 જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરી છે. જેમાં 5 તાલુકામાં આવેલા 367 રેવન્યુ ગામો પૈકી 71 ગામોમાં સરકારના નિયમ અનુસાર 33%થી વધુનુકસાની થયેલા 498 ખેડૂતોના ડાંગરના ખેતરમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધીના સર્વેમાં કુલ 34.66 લાખનીનુકસાની સામે આવી છે. વલસાડ તાલુકામાં સર્વેની કામગીરી બાકી છે.
રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં 15 ઓક્ટોબરથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. 15 ઓક્ટોબરના રોજ ભારે પવન સાથે વરસાદ પડવાથી મીની વાવાઝોડું ફૂંકાયું હતું. વલસાડ જિલ્લામાં ડાંગરના તૈયાર પાકમાં ખેડૂતોનેનુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
વલસાડ જિલ્લામાં 75 હજાર એકર જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદ પડતાં ડાંગરના તૈયાર પાક કપાય તે પહેલાંનુકસાની થતા ખેડૂતોની હાલત દયનિય બની છે. વલસાડ જિલ્લામાં નુકસાની થઈ હોવાની 498 જેટલા ખેડૂતોએ ડાંગરના પાકમાં નુકસાનીનું વળતર ચૂકવવા માટે સર્વે કરવાની માંગ કરી છે. અત્યાર સુધીમાં 498 ખેડૂતોના ખેતરમાં ડાંગરના પાકમાં થયેલીનુકસાનીના સર્વે માટે 12 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આવેલા કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં આવેલા 367 રેવન્યુ ગામો પૈકી 71 જેટલા અસરગ્રસ્ત ગામોમાં 33%થી વધુ નુકસાની થયેલા 498 ખેડૂતોને ત્યાં સર્વેની કામગીરી કરવા 12 જેટલી ટીમો બનાવવામાં આવી આવી છે. અત્યાર સુધીના સર્વેમાં 203.89 હેક્ટર જમીનમાં કુલ 34.66 લાખની ડાંગરના પાકમાંનુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે. હજુ સર્વેની કામગીરી ચાલી રહી છે. વલસાડ તાલુકામાં પણ સર્વેની કામગીરી સોમવારથી હાથ ધરવામાં આવશે.