Site icon Revoi.in

ઝાલાવાડ પંથકમાં સમયાંતરે પડતા વરસાદને લીધે કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં આ વખતે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું. અને શરૂઆતથી માફકસરના વરસાદને લીધે કપાસનો પાક સારોએવો ફાલ્યો છે. જેના લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ હન્યા હતા. ત્યાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદના સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા હોવાથી કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજાને વિદાય માટે વિનવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી, લખતર અને વઢવાણ સહિતના તાલુકામાં અને તેના ગામડામા છેલ્લા ચાર દિવસથી સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં તો આશરે અડધાથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમા નદી, નાળા અને વોંકળા છલકાયા હતા જેના લીધે ખેતરોમા પણ પાણી ભરાયા હતા. બીજીબાજુ ખેડૂતો દ્વારા કપાસના વાવેતર બાદ હવે પ્રથમ વીણી એટલે કે, કપાસનો પહેલો ફાલ ઉતારવાનો સમય હોય અને તેવા સમયે જ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાવાની કપાસના પ્રથમ ફાલને નુકસાન થયુ છે, જ્યારે મગફળીનો તૈયાર થઈ ગયેલો પાક ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ભાદરવાનો વરસાદ કપાસના વાવેતરને નુકસાન પહોંચાડતા ધરતીપુત્રોમા ચિંતા પ્રસરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદ વરસવાના કારણે ખેતરોમાં હાલમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જેના કારણે હાલમાં કપાસના પાકને પણ નુકસાન થવા પામ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાદરવાના વરસાદના કારણે તલના પાકનો સોંથ વળી ગયો છે. જ્યારે મગફળી પણ જમીનમાં ફરીવાર ઊગી નીકળી છે. એટલા માટે મગફળીનો પાક પણ નિષ્ફળ જવા પામ્યો છે. ત્યારે હાલમાં વરસાદ જે વરસ્યો છે, તે ખેડૂતોને આફત સમાન વરસાદ ખેડૂતો ગણાવી રહ્યા છે. ત્યારે હજુ પણ સતત વરસાદ ચાલુ જ રહેલો છે. ત્યારે ગત રાત્રીના પણ એક ઇંચથી વધુ વરસાદ ઝાલાવાડમાં વરસ્યો છે. ત્યારે હવે ઉઘાડ અને તડકાની રાહમાં ખેડૂતો બેસ્યા છે. હાલમાં ખેંચીને નુકસાનકારક વરસાદ હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યાં છે.