Site icon Revoi.in

મધુબન ડેમનું પાણી છોડવામાં આવતા દમણગંગા બન્ને કાઠે વહી

Social Share

આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં વલસાડ જીલ્લામાં અત્યાર સુધી 3 ઈંચ વરસાદ પડ્યો છે. વધુ વરસાદના કારણે મધુબન ડેમ છલકાયો હતો જેને લઈને મધુબન ડેમમાંથી  35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું .ડેમ છલકાવાના કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી જેને કારણે ત્યા વસતા લોકોને તેની જાણ કરીને સાવચેતી સુચવવામાં આવી હતી.

છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે .દક્ષિણ ગુજરાતના છેવાડામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મધુબન ડેમમાંથી પાણી છોડવાના કારણે દમણગંગા નદિ બન્ને કાંઠે વહેતી થઈ હતી જેને પગલે તાત્કાલિક કાંઠાના વિસ્તારના લોકોને સુચના આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં સવારથી મેધરાજા મન મુકીને વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 77 મિમિ નોંધાયો હતો જ્યારે વલસાડમાં 57 મિમિ, ઉમરગામમાં 5 મિમિ, કપરાડામાં 41 મિમિ, પારડીમાં 35 મિમિ, વાપીમાં 34 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં 75 મિમિ પડ્યો છે. જ્યારે નવસારીમાં 12 મિમિ, જલાલપોરમાં 4 મિમિ, ગણદેવીમાં 13 મિમિ, ચીખલીમાં 12 મિમિ, વાંસદામાં 7 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ સાપુતારામાં 25 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે આહવામાં 14 મિમિ, સુબીરમાં 13 મિમિ અને વઘઈમાં 19 મિમિ વરસાદ નોંધાયો છે.