- ડાન્સર અને એક્ટર હૃતિક રોશનનો જન્મ દિવસ
- આજે તેમનો 48મો જન્મ દિવસ
- જાણો બોલિવૂડની તેમની સફર
મુંબઈ: પોતાના ડાન્સ અને એક્શનથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર હૃતિક રોશનનો આજે જન્મદિવસ છે.હૃતિક આજે 48 વર્ષનો થયો છે.અભિનેતાનો જન્મ 10 જાન્યુઆરી,1974 ના રોજ મુંબઈમાં થયો હતો.તો ચાલો જાણીએ અભિનેતાના જન્મદિવસ પર તેનાથી જોડાયેલ કેટલીક જાણી-અજાણી વાતો
હૃતિક રોશન ફિલ્મી બેકગ્રાઉન્ડથી સંબંધ ધરાવે છે. તેમના દાદા મ્યુઝિક ડાયરેકટર હતા અને તેમના દાદી કલાસિકલ સિંગર હતા.તેના કાકા પણ મ્યુઝિક ડાયરેકટર છે.તેમના પિતા રાકેશ રોશન બોલિવૂડ ફિલ્મોમાં નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા રહી ચૂક્યા છે.
હૃતિક રોશને વર્ષ 2000માં ફિલ્મ કહો ના પ્યાર હૈથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.પરંતુ આ પહેલા પણ તે કેટલીક ફિલ્મોનો હિસ્સો રહી ચુક્યા છે. ક્યારેક બાળ કલાકાર તરીકે તો ક્યારેક આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે હૃતિક રોશને પહેલીવાર ફિલ્મ ‘આશા’માં છ વર્ષની ઉંમરે કામ કર્યું હતું અને આ ફિલ્મ 1980માં આવી હતી. આ પછી તે ‘આપ કે દીવાને’, ‘આસ-પાસ’માં જોવા મળ્યા હતા. વર્ષ 2000માં હૃતિક ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મમાં તેની સાથે અમીષા પટેલ લીડ રોલમાં હતી.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. હૃતિક પ્રીતિ ઝિન્ટા સાથે ‘તારા રમ પમ પમ’માં ડેબ્યૂ કરવાનો હતો.પરંતુ બાદમાં તેણે તેના પિતા રાકેશ રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ડેબ્યૂ કર્યું હતું.
આ પછી તેણે ફિઝા, મિશન કાશ્મીર, યાદે, કભી ખુશી કભી ગમ, મૈં પ્રેમ કી દીવાની હૂં, કોઈ મિલ ગયા, લક્ષ્ય, ધૂમ 2, ઓમ શાંતિ ઓમ, જોધા અકબર, ગુઝારીશ, અગ્નિપથ, બેંગ બેંગ, કાબિલ, સુપર 30 અને વોર જેવી ઘણી ફિલ્મો કરી છે.
સોશિયલ મીડિયા પર અભિનેતાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.અભિનેતા પોતાના ડાન્સિંગ સ્ટાઇલ માટે જાણીતા છે. તેને જોઈને ઘણા લોકો ડાન્સ કરવાનું શરૂ કર્યું છે.