- શિયાળાની શરૂઆત સાથે જ ડેન્ડ્રફની સમસ્યા વધી
- શરીરમાં અનેક પ્રકારની થઈ શકે છે સમસ્યાઓ
- ડેન્ડ્રફની સમસ્યાને ક્યારેય નજરઅંદાજ ન કરવી
શિયાળાની શરૂઆત સાથે જ ડેન્ડ્રફની સમસ્યા પણ વધવા લાગે છે. લોકો આને સામાન્ય સમસ્યા માને છે. જો કે કેટલીકવાર ડેન્ડ્રફના કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. તેથી ડેન્ડ્રફની સમસ્યાને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. તો,ચાલો તમને જણાવીએ કે,ડેન્ડ્રફ કેમ થાય છે અને તમે તેને કેવી રીતે અટકાવી શકો છો
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હીના ડર્મેટોલોજીસ્ટના જણાવ્યા અનુસાર,જ્યારે માથામાં સીબમ ઉત્પન્ન કરતી ગ્રંથીઓ વધુ સક્રિય થઈ જાય છે, ત્યારે ડેન્ડ્રફ બનવાનું શરૂ થાય છે. શિયાળામાં માથાની ચામડી સુકાઈ જવાને કારણે ડેન્ડ્રફ ઝડપથી થાય છે.ગરમ પાણીથી નહાવાથી માથાની ત્વચા ખરાબ થવા લાગે છે અને તેમાં ડેન્ડ્રફ થવા લાગે છે. જે લોકો માથા પર વધુ તેલ લગાવે છે તેમને પણ આ સમસ્યા થાય છે. કારણ કે તેલની બહારની ગંદકી માથામાં જમા થવા લાગે છે.જે પાછળથી ડેન્ડ્રફનું કારણ બને છે. આ સિવાય જે લોકો ખાવાનું ધ્યાન નથી આપતા અને જેમની પાચનક્રિયા સારી નથી.તેને રુસીની સમસ્યા પણ છે. ડર્મેટોલોજિસ્ટના કહેવા મુજબ,ડેન્ડ્રફમાં વધુ પડતા વધારાને કારણે ચહેરા પર ખીલની સમસ્યા પણ થાય છે. આનું કારણ એ છે કે,જ્યારે વાળ ચહેરા પર આવે છે, ત્યારે તે ડેન્ડ્રફ છોડી દે છે અને ઘણા કલાકો સુધી ચહેરાની સપાટી પર હાજર રહે છે. જેના કારણે ફોલ્લીઓ બહાર આવવા લાગે છે. ઘણીવાર આ સમસ્યા કપાળ પર થાય છે. એટલા માટે જે લોકોના કપાળ પર ખીલ હોય છે. તેમણે એ પણ તપાસવું જોઈએ કે ડેન્ડ્રફની સમસ્યા તો નથી વધી રહીને.
આ બાબતોનું રાખો ધ્યાન
ખાણીપીણીનું બરોબર રીતે સેવન કરો
જીવનમાં તણાવ ન લો
અઠવાડિયામાં એક વખત માથામાં તેલની માલિશ કરો
કારણ વગર બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો
દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવો