ડાંગઃ અખાત્રીજના દિવસથી ઘાંઘરી વગાડવાની અનોખી પરંપરા
અમદાવાદઃ આદીવાસીઓનાં મોટાં ભાગના તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલાં છે, તેવી જ રીતે વાદ્ય સંગીતનાં સાધનો પણ ઋતુચક્ર સાથે જોડાયેલાં છે. જેમ કે ચોમાસાંની ઋતુમાં જમીન પર ઘાસ ઉગી નીકળેને ધરતી હરિયાળી બની જાય, ત્યારે પિહવો પિહવી વગડવામાં આવે છે, જયારે દશેરાના દિવસથી પીહવી પિહવા વગાડવાનું બંધ કરી દેવામાં આવે છે. ત્યાર બાદદશેરાના દિવસથી છે ક, અખાત્રીજ સુઘી વાંસળી વગાડવાની પરંપરા રહી છે.
વાંસળી વગાડવાના સમયગાળો અખાત્રીજનાં દિવસે પુરો થાય છે અને ત્યાર બાદ ઘાંઘરી વગાડી રોરાં રમવાની પરંપરા છે. જો કે, હવે દિન પ્રતિ દિન ઘાંઘરી વગાડવાની પરંપરા પણ લુપ્ત થઇ રહી છે. ત્યારે કવાંટ તાલુકાના વાંટડા ગામનાં તનસિંગભાઈ રાઠવા પોતે વાંસની ચીપમાંથી ઘાંઘરી ઘડીને તેનું વેચાણ કરે છે. પરંતુ હવે ઘાંઘરી વગાડવાની પરંપરા લુપ્તતા નાં આરે છે ત્યારે અખાત્રીજનાં દિવસથી ઘાંઘરી વગાડવાની પરંપરા આજે પણ તેઓ નિભાવી રહ્યા છે