Site icon Revoi.in

ડાંગઃ દશેરાના દિવસે સુબિર મંદિર પાસે દશેરા મહોત્સવ યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું ધાર્મિક માહોલમાં ધામધામથી ઉજવણી કરવામાં આવે છે. હાલ રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે કેટલાક નિયંત્રણો સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષે પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના સુબિર મંદિર નજીક આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના પ્રથમ દિવસે જ અંબાજીમાં નવરાત્રિની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. હાલ રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામજીએ માતા શબરીના બોર જ્યાં ખાધા હતા તે પાવન ભૂમિ એવી ડાંગના સુબિરમાં દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. શબરી માતાજીની યાદમાં આ કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યના વિવિધ યાત્રાધામમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના વિવિધ યાત્રાધામના વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અંબાજી મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે આગામી તા. 13મી ઓક્ટોબરના રોજ એક બેઠક મળશે. આ બેઠકમાં ટ્રસ્ટી મંડળની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામનો વિકાસ કરવામાં આવ્યો છે. તેમજ હજુ અન્ય પ્રવાસન અને યાત્રાધામનો વિકાસ કરવામાં આવશે.