1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાંગઃ રાજ્યના સૌથી મોટા વઘઈ વનસ્પતિ ઉધાનમાં 3000 જેટલાં વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ
ડાંગઃ રાજ્યના સૌથી મોટા વઘઈ વનસ્પતિ ઉધાનમાં 3000 જેટલાં વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ

ડાંગઃ રાજ્યના સૌથી મોટા વઘઈ વનસ્પતિ ઉધાનમાં 3000 જેટલાં વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ

0
Social Share

અમદાવાદઃ ગુજરત રાજ્યના ડાંગ જિલ્લામા વઘઇ નજીક રાજ્યનો સૌથી મોટો વનસ્પતિ ઉધાન આવેલ છે. વનસ્પતિ અભ્યાસુઓ તેમજ પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામા મુલાકાત માટે આવે છે. જુદી- જુદી વનસ્પતિની જાતો ધરાવનાર આ ઉધાનમા અલગ- અલગ જંગલ વિસ્તાર નિર્ધારીત કરવામા આવ્યા છે. અહીં 3000 જેટલાં વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ કરવામા આવેલ છે.

વધઇ વનસ્પતિ ઉધાનની સ્થાપના 1 લી મે 1966 મા ફોરેસ્ટ ખાતા દ્વારા થઇ હતી. આ ઉધાન 24 હેક્ટરમા ફેલાયેલુ ગુજરાતમા સૌથી મોટું વનસ્પતિ ઉઘાન છે. વનસ્પતિ ઉઘાનમા 7.50 કિ.મી ના રસ્તાની, વ્યવસ્થિત જાળ છે. આ સમગ્ર વિસ્તાર 1600 મી.મી થી 2000 મી.મી સુધીનો વરસાદ વર્ષારૂતુ દરમિયાન ગ્રહણ કરે છે. સરેરાસ ઓછામા ઓછો અને વધારેમા વઘારે ઉષ્ણ તાપમાન 10 સે ( ડિસેમ્બર, જાન્યુઆરી) – 45 સે (જુન,જુલાઇ) છે.

વનસ્પતિ ઉધાન અભ્યાસ માટે મહત્વનું કેન્દ્ર છે. આ ઉધાનમા વિવિઘ પ્રકારની વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. આ ઉધાન સુંદર અને કુદરતી રીતે શાંત વાતાવરણ વાળું છે. અહીં એવી વનસ્પતિઓ પણ જોવા મળશે જેના વિશે ખાલી સાંભળ્યુ છે અને જે શહેરી વિસ્તારમા જોવા મળતી નથી.

અહિં 100 વર્ષ જુના ઝાડો જોવા મળશે

વનસ્પતિઓની સાથે સાથે તમને જુદી-જુદી જાતના જીવજંતુઓ અને પક્ષિઓ જોવા મળશે. જેમનુ ધર આ ઉધાન છે. આ એક એવી જગ્યા છે કે જ્યા 100 વર્ષ જુના અને 100 ફીટ કરતા પણ વધારે ઉંચા ઝાડ જોવા મળે છે અને 29 જેટલી વિશિષ્ટ વનસ્પતિની જાતો જોવા મળે છે, જે આખા ગુજરાતમા ખાલી વધઇ વનસ્પતિ ઉધાનમા છે. જેમ શહેરોમા ચોક્ક્સ રસ્તાઓ હોય છે. તેવી જ રીતે આ ઉધાનમા પણ યોજના મુજબ ફુલ 50 રોડ છે. જે દરેક રોડ પર ચોક્કસ વનસ્પતિઓ છે. તેથી તમે દરેક  રસપ્રદ રસ્તા પર જઇ શકો જેવા કે ઇન્દ્રજવ રોડ, સીતા અશોક રોડ અને સિલ્વર ઓક રોડ વગેરે અનેક રસ્તાઓ આવેલા છે. આ ઉધાનને ફુલોવાળી સુશોભિત વનસ્પતિઓ દ્વારા શણગાર કરવામા આવેલ આવેલ છે, જે ઉધાનની સુંદરતામા વધારો કરે છે. જેનો અનુભવ તમને ત્યારે થશે. જ્યારે તમે ઉધાનમા પ્રવેશ કરશો.

  • વનસ્પતિ ઉધાનનુ આકર્ષણ

વનસ્પતિ ઉધાન વધઇ એ ગુજરાતનુ સૌથી મોટું ઉધાન છે. જે દર વર્ષે 2 થી 3 લાખ મુલાકાતીઓને આકર્ષણ છે. ઉધાનને જુદાં-જુદાં વિભાગમા વિભાજીત કર્યુ છે. જેની વિવિઘતા વનસ્પતિશાસ્ત્રના વિધ્યાર્થીઓનુ આકર્ષણ છે. ઉધાનની યોજના ચેમ્પીયન અને સેઠના વર્ગીકરણ મુજબ થઇ છે.

  1. સદાહરીત જંગલ : આ વિભાગમા 228 વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે હોપિયા પોંગા, ઓર્થોકાર્પસ હેટેરોફાયલસ, દુઆબંગા ગ્રાન્ડીફ્લોરા વગેરે. 
  1. ભેજવાળું સૂકું પાનખર જંગલ : આ વિભાગમા 323 વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે સોરિયા રોબુસ્ટા, ડિલેનીયા ઇન્ડિકા વગેરે.
  1. સૂકું પાનખર જંગલ : આ વિભાગમા 42થી વધારે વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે ટર્મીનાલીયા અર્જુના, ડાયોસ્પાયરોસ મોન્ટાના, સેમિકાર્પસ્, એનાકાર્ડિયમ વેગેરે,
  1. રણ પ્રદેશનુ જંગલ : આ વિભાગમા 114 થી વધારે વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. કેપારિશ ઝેયલાનિકા, ટેમેરિક્ષ ઇંન્ડિકા અને કેટલાક બારમાસી ઘાસ વગેરે.
  1. ઝાડી અને કાંટાળુ જંગલ : આ વિભાગમા 101 વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. એકેસીયા પિન્નંટા, ઝિઝિપસ, મોરેસિયાના વગેરે.
  1. વાનસ્પતિક દવાઓ વિભાગ : આ વિભાગમા આયુર્વેદિક, યુનાની, હોમોયોપેથીમા વપરાતી 257 વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે રાઉનલ્ફિયા સર્પેન્ટીના, બિક્ષા ઓરેલાના વગેરે.
  1. વાંસ વિભાગ : આ વિભાગમા ભારતમા જુદી જુદી જગ્યાએ જોવા મળતી 25 જાતિઓનો સમાવેશ થાય છે. જેવી કે બામ્બુસા ટુલ્ડોઇસ, બામ્બૂસા વુલગેરિસ વગેરે.
  1. ડાંગ વિભાગ : આ વિભાગમા ડાંગ જિલ્લામા કુદરતી રીતે જોવા મળતી વનસ્પતિની 468 જાતો છે. જેવી કે ટેકટોના ગ્રાન્ડિસ, આલ્બિઝીયા પ્રોસેરા વગેરે જાતોનો સમાવેશ થાય છે.
  1. ટેક્ષનોમી વિભાગ : આ વિભાગ નો વિકાસ વનસ્પતિના ઓળખાણ, નામકરણ અને વર્ગીકરણ માટે કરવામા આવ્યો છે. જેમા ટર્મીનાલીયા બેલેરિકા, આલ્બિઝયા સમાન વગેરે જાતોનો સમાવેશ થાય છે.
  1. કદમૂળ વિભાગ : આ વિભાગ મા 50 થી વધારે કદમૂળ ધરાવતા  વનસ્પતિની જાતોનો સમાવેશ થાય  છે. જેવી કે વિગના વેક્ષીલાટા, ગ્લોરિઓસા સુપરર્બા વગેરે.
  1. થોર વિભાગ : આ વિભાગમા 142 જેટલી થોરની જાતો છે. ઓપુંસિયા ઈલાટિયોર, મેમિલારીયા લોંજીમામ્મા વગેરે.
  2. 12 ગુલાબ વિભાગ  : આ વિભાગમા જુદા -જુદા રંગના જાતોનો સંગ્રહ છે. જેવી કે રોઝા ઇન્ડિકા વગેરે.
  1. ફળ વિભાગ : આ વિભાગમા જુદી -જુદી ફળ ધરાવતી જાતોનો સમાવેશ થાય છે. જેવી કે મનીલકારા હેક્ષાન્ડ્રા, સાયઝિયમ ક્યુમિની વગેરે.
  1. પામ વિભાગ : આ વિભાગમા ભારતની જુદી – જુદી 30 જેટલી જાતોનો સમાવેશ થાય છે. જેવી કે કોકસ ન્યુસિફેરા, કેરિયોટા યુરેંસ વગેરે.
  1. દુર્લભ (લુપ્ત) થતી વનસ્પતિઓનો વિભાગ : આ વિભાગમા ગુજરાતમા લુપ્ત થતી વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. કુર્કુલિગો ઓર્કોઇદડેસ, ડોલીકેંડ્રોન ફાલકટા વગેરે.
  1. આરોગ્ય વિભાગ : આ વિભાગમા 132 જેટલી દવામા વપરાતી વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. આ વિભાગ ઉધાનનો સૌથી મોટો વિભાગ છે. જેમાં બરલેરિયા પ્રિઓનિટિસ, અબુટીલોન ઇંડિકમ વગેરે જાતોનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code