Site icon Revoi.in

અડાલજ-મહેસાણા હાઈવે પર રખડતા ઢોરને લીધે અકસ્માતનો ભય

Social Share

ગાંધીનગરઃ અડાલજ-મહેસાણા હાઈવે પર રખડતા ઢોરને લીધે અકસ્માતો ભય રહે છે. અડાલજ નજીક હાઈવે પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી રહી છે. હાઈવે પરથી રખડતા ઢોર હટાવે કોણ તે મોટો પ્રશ્ન છે. હાઈવે ઓથોરિટી કહે છે. કે, અમારી પાસે રખડતા ઢોરને પકડવાનું અલાયદુ તંત્ર નથી.

અડાલજથી મહેસાણાના હાઇવે ઉપર રખડતા ઢોરના અંડિગાથી પસાર થતાં નાના મોટા વાહન ચાલકોને પારાવારની હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ઉપરાંત રખડતા ઢોર રોડ ઉપર લડતી વખતે પસાર થતાં વાહન ચાલકો નાની મોટા અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા જે રીતે અડાલજની ગૌચર જમીન ઉપરથી દબાણ દુર કરવામાં આવ્યું તેજ રીતે હાઇવે ઉપર અંડિગો જમાવી બેઠેલા રખડતા પશુઓને દુર કરવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા વાહનચાલકો રાખી રહ્યા છે.

ગુજરાતમાં રસ્તાઓ પર રખડતા ઢોરના મામલે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેને પરિણામે ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પરંતું હાઇવે ઉપર રખડતા ઢોરના મામલે તંત્ર દ્વારા નક્કર આયોજન કરવામાં આવે તેવી અપેક્ષા અડાલજથી મહેસાણા  હાઇવે ઉપરથી પસાર થતાં વાહનચાલકો રાખી રહ્યા છે. જોકે તાજેતરમાં જ જિલ્લાતંત્ર દ્વારા અડાલજની ગૌચર જમીન ઉપર ખડકાયેલા કાચા અને પાકા નાના મોટા દબાણોને રવિવારની રજાના દિવસે દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ દબાણો દુર કરવામાં ટ્રાફિક જામની સ્થિતિને નિવારવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે અડાલજથી મહેસાણાના હાઇવે ઉપર છેલ્લા ઘણાં સમયમથી રખડતા ઢોરના અંડિગો થઇ રહ્યો છે. જેને પરિણામે હાઇવે ઉપરથી પસાર થતાં નાના મોટા વાહનોના ચાલકોને પારાવારની હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ઉપરાંત હાઇવે ઉપરના રખડતા પશુઓ અંદર અંદર લડતા હોય ત્યારે પસાર થતાં વાહનચાલકો નાના મોટા અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાઇવે ઉપરથી અંડિગા જમાવીને બેસેલા રખડતા પશુઓને દુર કરવા માટે પોલીસ પ્રેટ્રોલીંગની સાથે સાથે તંત્રની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવે તેવી અપેક્ષા હાઇવે ઉપરથી પસાર થતાં વાહન ચાલકો રાખી રહ્યા છે.