Site icon Revoi.in

પાલનપુરમાં RTO સર્કલ ઓવરબ્રિજના કામ દરમિયાન પસાર થતાં વાહનોને લીધે અકસ્માતનો ભય

Social Share

પાલનપુરઃ શહેરમાં  થ્રી લેગ એલિવેટેડ આરટીઓ સર્કલ ઓવરબ્રિજનું કામ અત્યંત જોખમી રીતે થઈ રહ્યું છે. નીચેથી વાહનો પસાર થાય છે અને હેવી ક્રેન દ્વારા સ્ટિલની ગડર, ખિલાસરી, સ્ટિલના ટકા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડવાની કામગીરી ચાલુ ટ્રાફિક દરમિયાન કરવામાં આવી રહી છે. એટલે અકસ્માતનું જોખમ છે. આ સંદર્ભે એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને અગવડ ન પડે તે પ્રકારે સાઈડમાં કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ કેટલાક પ્રશ્નો હતા પરંતુ હવે મોટાભાગનું કામ પૂર્ણ થવાના આરે છે જે સમય મર્યાદામાં કરી લઈશું.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર શહેરમાં આબુ હાઈવે અને અંબાજી હાઈવે વચ્ચે રેલવે ટ્રેક 15થી20 ફૂટ ઊંચી બની જતા ફાટક કાયમ માટે બંધ કરી અહી 50 ફૂટ ઊંચો સર્કલ બનાવવાની કામગીરી દોઢ વર્ષ અગાઉ હાથ ધરવામાં આવી હતી. જેમાં આબુ હાઇવેના ભારે વાહનો બ્રિજની નીચેથી અવર-જવર કરશે જ્યારે માત્ર અંબાજી તરફ જનારા વાહનો જ બ્રિજની ઉપર ચડશે. 50 ફૂટ ઊંચા સર્કલની વચ્ચોવચ જગ્યા ખાલી રહેશે. અને તેની ચારેય બાજુએ વાહનો સરળતાથી અવરજવર કરી શકે તેવી ખાસ પ્રકારની ડિઝાઇન નેશનલ હાઇવે દ્વારા મંજૂર કરવામાં આવી છે. અને ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. જે થ્રી લેગ એલિવેટેડ આરટીઓ સર્કલ ઓવરબ્રિજનું કામ અત્યંત જોખમી રીતે થઈ રહ્યું છે. નીચેથી વાહનો પસાર થાય છે અને હેવી ક્રેન દ્વારા સ્ટિલની ગડર, ખિલાસરી, સ્ટિલના ટકા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડવાની કામગીરી ચાલુ ટ્રાફિક દરમિયાન કરવામાં આવી રહી છે. એટલે અકસ્માતનું જોખમ છે. આ સંદર્ભે એજન્સીના સૂત્રોએ બચાવ કરતા જણાવ્યું હતું કે વાહન ચાલકોને અગવડ ન પડે તે પ્રકારે સાઈડમાં કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ કેટલાક પ્રશ્નો હતા પરંતુ હવે મોટાભાગનું કામ પૂર્ણ થવાના આરે છે જે સમય મર્યાદામાં કરી લઈશું