1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયા ન ખેડવા સુચના
ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયા ન ખેડવા સુચના

ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયા ન ખેડવા સુચના

0
Social Share

ગાંધીનગરઃ વાવાઝોડું ‘ગુલાબ’નો કહેર હજુ અટકવાનું નામ નથી લેતો ત્યાં નવું વાવાઝોડું ‘ શાહીન’ના આગમનથી દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. શાહિન વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતાનું કારણ બની શકે છે. કારણ કે, ‘શાહીન’ નામનો ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં તોફાન મચાવે તેવી શક્યતા છે. દરમિયાન આગામી 3 દિવસ એટલે કે પહેલી ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બદલાયેલા વાતાવરણને કારણે, દરિયો તોફાની બની રહેવાની સંભાવનાને ધ્યાને લઈને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ બંદર ઉપર ભયસુચક 3 નંબરનુ સિગ્લન લગાવવા તાકીદ કરી છે.

બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ વાવાઝોડુ ગુલાબ ઓરિસ્સા અને આંઘ્રપ્રદેશમાં વ્યાપક અસર સર્જયા બાદ, આગળ વધીને નબળુ પડી ખંભાતના અખાતમાં વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપમાં ફેરવાયુ છે. જે આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. અને ત્યાર બાદ તે ફરી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને પાકિસ્તાનના મકરાણ તરફ આગળ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.  બદલાયેલા વાતાવરણને કારણે, દરિયો તોફાની બની રહેવાની સંભાવનાને ધ્યાને લઈને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ બંદર ઉપર ભયસુચક 3 નંબરનુ સિગ્લન લગાવવા તાકીદ કરી છે.

ગુજરાતના દરિયાકાંઠે 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના હોવાથી, ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને આગામી 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માછીમારી માટે દરિયા ના ખેડવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે. અને દરિયામાં ગયેલા માછીમારોને નજીકના દરિયાકાંઠે તેમની બોટને લાગરવા માટે કહ્યુ છે.આણંદ, ભરૂચ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમાનાથમાં બારે વરસાદ, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડના કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં 40થી 60 કિ.મી.ની ઝડપ પવન ફુંકાવવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code