Site icon Revoi.in

ગરદનની ડાર્કનેશ નથી થતી દુર? તો હવે આ રીતે તેને કરો દુર

Social Share

શરીરની માવજત જેટલી રાખો એટલી ઓછી, આ વાતને જો સૌથી વધારે કોઈ માનતુ હોય તો તે છે સ્ત્રીઓ. ગળાના પાછળના ભાગમાં રહેતી ડાર્કનેશના કારણે કેટલીક સ્ત્રીઓને નથી ગમતું હોતું અને તે ડાર્કનેશના કારણે ક્યારેક શરમ પણ અનુભવતી હોય છે. તો હવે તે સમસ્યાનું નિરાકરણ ઘરે બેઠા પણ લાવી શકાય તેમ છે.

જો ચણાના લોટનો આ બાબત માટે ઉપયોગ કરવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી છે. ઘણાં લોકોને તેનાથી એટલે કઈ ફરક નથી પડતો કેમ લોકો રેગ્યુલર તેનો ઉપયોગ કરતાં નથી. ડેડ સ્કિન અને મેલ દૂર કરવા માટે ચણાનો લોટ ઉત્તમ છે. તેના માટે 1 ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર અને પેસ્ટ બને એટલું ગુલાબજળ મિક્સ કરીને ગરદન પર લગાવો. સૂકાયા બાદ ધોઈ લો. સપ્તાહમાં બેવાર આ ઉપાય કરો.

લીંબુમાં પણ એક પ્રકારનું એસિડ હોય છે જેનો લોકો અવાર-નવાર ઉપયોગ કરતા હોય છે. લીંબુનો ઉપયોગ જો ગળાની ડાર્કનેશ દુર કરવામાં આવે તો તે પણ ફાયદાકારક છે. અડધી ચમચી લીંબુના રસમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને ગરદન પર લગાવી જોઈએ. આખી રાત તેને રહેવા દો. સવારે ગરદન પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારી ગરદન થોડા જ દિવસમાં ચમકી જશે.

બેકિંગ સોડા દરેકના રસોડામાં હોય છે. તેનો ઉપયોગ માત્ર રસોઈ કરવા માટે જ નહીં પરંતુ ગરદનની સફાઈમાં પણ કરી શકો છો. તેને પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર 15 મિનિટ લગાવી છોડી દો. આમ કરવાથી ગરદન પર જામેલી ગંદકી અને ડાઘા-ધબ્બા દૂર થઈ જશે. તે ત્વચા પર હાઈપર પિગ્મેન્ટેશન દૂર કરવામાં પણ મદદ કરશે.