Site icon Revoi.in

સોમનાથ મંદિરના દર્શન હવે સવારે 6 થી રાત્રીના 10 સુધી કરી શકાશે

Social Share

ગીર સોમનાથ : કોરોના વાયરસનું સંક્રમણ જેમ જેમ દેશમાં ઓછુ થતું જાય છે તેમ સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, તો મંદિરો દ્વારા પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર લાંબા સમય માટે ખોલવામાં આવી રહ્યા છે.

ગુજરાતના દરિયાકિનારે આવેલું શિવનું મંદિર સોમનાથના દ્વાર પણ હવેથી એટલે કે આજથી સવારે 6થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ભક્તોને આરતી માટે પણ મંદિરમાં પ્રવેશ મળશે.

જો કે ઉલ્લેખનીય વાત એ છે કે ગીતા મંદિર, ભીડીયા, લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ આરતી દર્શન થશે અને ભક્તો મંદિરમાં આરતી દરમિયાન ઉભા નહીં રહી શકે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા અને જ્યાં પણ ભીડ ભેગી થવાની સંભાવના હતી તે તમામ સ્થળોને પ્રતિબંધિત કરી દીધા હતા.

હવે સ્થિતિ કાબૂમાં આવતા સરકાર દ્વારા તથા મંદિરના પ્રશાસન દ્વારા પબ્લિકને તથા ભક્તોને મંદિરમાં પ્રવેશવા માટે છૂટ આપવામાં આવી છે અને તેઓ નિસંકોચ રીતે ભગવાનના દર્શન કરી શકે છે.