યુપીમાં મદરેસાના સર્વેને લઈને દારુલ ઉલૂમે કરી પ્રસંશા, કહ્યું ‘આમ કરવું સરકારનો હક છે, અમને આ મામલે કોઈ વાંધો નથી, ’
- મદરેસાના સર્વે પર દારુલ ઉલૂમે કર્યા વખાણ
- કહ્યું અમને કોઈ આમા વાંધો નથી
લખનૌઃ- ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર ગેરકાયદેસર મદરેસાઓમાં તલવાઈ બોલાવી રહી છે, આ મામલે સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે સહારનપુર જિલ્લાના દેવબંદ સ્થિત એક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા દારુલ ઉલૂમે વિતેલા દિવસને રવિવા સરકારના સર્વે કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે
વિતેલા દિવસને રવિવારે દેવબંદની પ્રસિદ્ધ મસ્જિદ રશીદ ખાતે આયોજિત એક કોન્ફરન્સમાં દારૂલ ઉલૂમે રાજ્ય સરકાર દ્વારા માન્યતા ન ધરાવતા મદરેસાઓના સર્વે અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. આ કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશના વિવિધ મદરેસાઓના સંચાલકો અને ઉલામાઓએ ભાગ લીધો હતો. કોન્ફરન્સ બાદ પત્રકારો સાથે વાત કરતા મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સર્વે સામે કોઈને કોઈ વાંધો નથી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે દારુલ ઉલૂમે એમ પણ જણાવ્યું છે કે અમુક મદરેસાઓનું કાર્યો યોગ્ન નથી તે માત્ર જોઈએને સમગ્ર તંત્રને દોષિત ઠેરવવું જોઈએ નહીં.મીટિંગમાં હાજર રહેલા જમીયત-ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ આ પ્રસંગે મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. આ સાથે જ તેમણે એન પણ જણાવ્યું કે જો કોઈ સરકારી જમીન પર મદરેસા બનાવવામાં આવ્યો હોય તો તેને જાતે જ હટાવી લેવી જોઈએ.
તેમણે આ મામલે સરકારના સર્વેની પ્રશંસા કરી છે અને કહ્યું કે, જો કોઈ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મદરેસા બાંધવામાં આવે છે અને તેને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે. કોર્ટ, પછી મુસ્લિમોએ તેને જાતે જ દૂર કરવું જોઈએ, કારણ કે શરિયત તેની મંજૂરી આપતી નથી.કોઈપણ મદરેસા દેશના બંધારણની વિરુદ્ધ નથી અને જો એક-બે મદરેસા યોગ્ય રીતે કામ કરી રહી નથી તો તેના માટે સમગ્ર મદરેસા પ્રણાલીને દોષી ઠેરવવી જોઈએ નહીં,જમીયત-ઉલેમા-એ-હિંદના પ્રમુખે કહ્યું કે મદરેસાનો સર્વે કરાવવો એ સરકારનો અધિકાર છે અને મદરેસાના સંચાલકોએ આ કામમાં સહકાર આપવો જોઈએ,