24 મોબાઈલ એપના કારણે 10 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સનો ડેટા થયા લીક
દિલ્હીઃ આજના આધુનિક જમાનમાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. ત્યારે અવાર-નવાર સાઈબર એટેક અને મોબાઈલ ફોનના ડેટા લીકની ઘટના સામે આવે છે. દરમિયાન એક મીડિયા રિપોર્ટ અનુસાર 24 મોબાઈલ એપના કારણે 10 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સના ડેટા લીક થયાં હોવાનું જાણવા મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એક રિસર્ચમાં 24 મોબાઈલ એપ્લિકેશનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશનના વપરાશકારોના પર્સનલ ડેટાની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે એપમાં મોબાઈલ ફોનનો નંબર, નામ, ઈમેલ આઈડી સહિતની વિગતો દર્શાવવી પડે છે. રિસર્ચ અનુસાર રિયલ ટાઇમ ડેટાબેઝ ઍપ ડેવલોપર્સને ક્લાઉડ પર ડેટા સ્ટોર કરવાની અનુમતિ આપે છે અને આ વાતને પણ શ્યોર કરી લે છે કે રિયલ ટાઇમમાં દરેક કનેક્ટેડ ક્લાઇન્ટ્સ સાથે જોડાયેલ રહે. એક અંદાજ અનુસાર 10 કરોડના એન્ડ્રોઈડ યુઝર્સના ડેટા લીક થયાં હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો એન્ડ્રોઈટ ફોનનો ઉપયોગ કરે છે. એન્ડ્રોઈડ ફોનમાં એપ ડાઉનલોડ કર્યાં બાદ તેને ઓપન કરવા માટે વપરાશકારની માહિતી દર્શાવવામાં આવે છે.