Site icon Revoi.in

દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાની ભાણીયા અલીશાહની તપાસ એજન્સી સમક્ષ કબુલાત

Social Share

નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ હજુ પણ પાકિસ્તાનના કરાચીમાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં પોતાના પરિવારના સભ્યો સાથે તહેવારો અને લગ્ન પ્રસંગે વાત કરતા રહે છે. મુંબઈમાં તેના ઘણા સંબંધીઓ રહે છે જેમની સાથે તે વાત કરતો રહે છે. દાઉદ ઈબ્રાહિમની પત્ની પણ તેના પરિવારના સભ્યો સાથે વાત કરતી રહે છે. ઘણી વખત તેમની વાતચીત ગુપ્તચર એજન્સીઓ દ્વારા રેકોર્ડ પણ કરવામાં આવી છે. દરમિયાન દાઉદ ઈબ્રાહિમના કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને NIAની તપાસમાં મોટો ખુલાસો થયો છે. દાઉદના સંબંધીઓ અને તેના સહયોગીઓની પૂછપરછમાં દાઉદ કરાચીમાં હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ પાકિસ્તાન સરકાર દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાની વાતને સતત નકારી રહી છે.

ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમના ભણીયા અલીશાહ પારકરએ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયાં છે. અલીશાહ પારકરે વધુમાં જણાવ્યું હતું કે તેમનો પરિવાર પણ દાઉદની પત્નીને તહેવારોના અવસર પર અભિનંદન પાઠવે છે. પારકરે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને કહ્યું છે કે, દાઉદ ઇબ્રાહિમ 1986ની આસપાસ ભારત છોડી ગયો હતો. દાઉદ ઈબ્રાહિમ મારા મામા છે અને તે 1986 સુધી દક્ષિણ મુંબઈમાં ડમ્બરવાલા બિલ્ડિંગના ચોથા માળે રહેતા હતા. મેં ઘણા સ્ત્રોતો અને સંબંધીઓ પાસેથી સાંભળ્યું છે કે દાઉદ ઈબ્રાહીમ કરાચીમાં છે. ભત્રીજો પારકર કહે છે કે, મારા જન્મ પહેલા તેઓ કરાચી જતા રહ્યાં હતા. ઈદ, દિવાળી અને અન્ય તહેવારોમાં મામા અને મામી મારી પત્ની અને બહેનોનો સંપર્ક કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈડી અને એનઆઈએ સહિતની સુરક્ષી એજન્સીઓ દ્વારા દાઉદના સંબંધીઓ પરિચીતોને ત્યાં તાજેતરમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ દાઉદના કેટલાક સાગરિતોની અટકાયત પણ કરી હતી.

(PHOTO-FILE)